પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૯૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૭
 
૪૯૭
 

પરિશિષ્ટ પ ૧ [૮મી મે ૧૯૩૩ના રોજ ગાંધીજીએ એકવીસ દિવસના ઉપવાસ શરૂ કર્યાં પછી એમને છોડી મૂકવામાં આવ્યા. ત્યાર પછી તરત જ એમણે છાપાંનેગુ નીચે પ્રમાણે નિવેદન* કર્યું. ]

... આ આ છુટકારાથી મને જરા પણ આનંદ થતા નથી. . . છુટકારાને લાભ વિનયભંગની લડત ચલાવવાને માટે અથવા તે! તેને દારવણી આપવાને માટે હું કેમ ઉડ્ડાવી શકુ? એટલે સત્યના એક શૈાધક તરીકે અને સ્વમાની માણસ તરીકે મારી ઉપર આ છુટકારાને લીધે ભારે મેળે અને તાણુ આવી પડે છે. મારા ઉપવાસ તેા ચાલુ રહેવાના જ છે. મે આશા રાખી હતી અને હજી પણ રાખું છું કે ઉપવાસ દરમિયાન કાઈ પણ પ્રકારની ચર્ચાઓમાં હું ભાગ ન લઉં, અને કેાઈ પણ વસ્તુથી હું ક્ષુબ્ધ ન થાઉં. હરિજનકામ સિવાય બહારની બીજી કાઈ પણ વસ્તુમાં મારા ચિત્તને હું રાકાવા દઉં. તેા ઉપવાસને આખા હેતુ માર્યો જાય. તેની સાથે જ જ્યારે હું છૂટયો છું ત્યારે મારી ઘેાડી શિક્ત તે વિનયભ ગની લડતને અભ્યાસ કરવામાં રાકવા હું બધાયેલે છું. અલબત્ત લડતને વિષે તે। હું એટલું જ કહીશ કે સવિનયભ ગ વિષેના મારા વિચારામાં તલભાર પણ ફરક પડયો નથી. અનેક વિનયભંગ કરનારાઓએ જે બહાદુરી બતાવી છે અને આપભેગ આપ્યા છે તેમતે માટે મારા દિલમાં પ્રશંસા સિવાય બીજી કશી લાગણી નથી. પણ એટલું કહીને હું એ કહ્યા સિવાય રહી શકતેા નથી કે આ લડતમાં જે ગુપ્તતા પેસી ગઈ છે તે એની ફતેહને ઘાતક છે. એટલે લડત જો ચલાવવી જ હાય તે દેશના જુદા જુદા ભાગમાં આ લડતને જેએ દારવણી આપી રથા છે તેમને હું આગ્રહપૂર્વક કહું છું કે તેએ તમામ પ્રકારની ગુપ્તતાને ત્યાગ કરે. તેમ કરવાથી એક પણ સવિનયભંગ કરનાર મેળવવાનું તેમને મુશ્કેલ થશે તેા તેની મને પરવા નથી. ૪ ૧૦મી મે, ૧૯૩૩ના ‘ટાઈમ્સ આઁઑફ ઇન્ડિયા 'માંથી. B ૩ - ૩૨