આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિરેાધીના અંતરાત્માને માન એ પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. જે મંદિરમાં જનારા લોકો એમ કહેતા હોય કે હરિજનના જવાથી મંદિરની પવિત્રતા વધશે તો સનાતનીઓ કહે છે કે પવિત્રતા ઘટશે એ વસ્તુ અપ્રસ્તુત છે. સુધારક તરીકે આપણે તો મંદિરની પવિત્રતા વધે એમ ઈચ્છીએ. એ. પી. આઈ.ને : બાપુ : મેં તો એમ સૂચના કરી હતી કે દરરોજ અમુક વખત મદિર હરિજનને માટે તેમ જ જે હિંદુઓને હરિજનનો બાધ ન હોય તેમને માટે ખુલ્લું રહે; અને અમુક વખત જેમને હરિજનના મંદિરના બાધ છે તેમને માટે ખુલ્લું રહે. આ મંદિરમાં કાર્તિકી એકાદશીને દિવસે હરિજનોને બીજા હિંદુઓની સાથોસાથ જવા દેવામાં આવે છે એ વસ્તુ ધ્યાનમાં લેતાં મારી સૂચનાના સ્વીકાર કરવામાં કશે બાધ હોવો જોઈએ નહીં'. કહે છે કે કાર્તિકી એકાદશી પછી મંદિરની અથવા તો મૂર્તિની શુદ્ધિ કરવામાં આવે છે. હું અંગત રીતે આવી શુદ્ધિની બિલકુલ વિરુદ્ધ છે. પણ પ્રતિપક્ષીઓના અંતરાત્માને સ તોષ થતો હોય તો આ કેસ પૂરતો હું શુદ્ધિની સામે વાં ન ઉઠાવું. જે શુદ્ધિ આવશ્યક જ મનાતી હોય તો શાસ્ત્રવચનો પ્રમાણે તો કેટલાંય કારણોથી દરરોજ વારંવાર અશુદ્ધિ થવાની શક્યતા છે. એ પ્રમાણે તો હરિજના અંદર જતા હોય કે ન જતા હોય મંદિરને દરરોજ શુદ્ધ કરવું જોઈએ. 0 પોતાના મનના આશ્વાસન માટે કોઈ માણસને દરરોજ શુદ્ધિ કરવી હોય તો હું તેને કેમ અટકાવી શકે ? સ૦ : તેમ કરવાથી તો હરિજનોની સામે ભેદભાવ ઊભા કરવામાં આવે છે. બાપુ : કેવી રીતે? હું માત્ર વિરોધીના અંતરાત્માને માન આપું છું. હરિજન તરીકે હું બીજા માણસો ઉપર પડતો જાઉં” એ કાંઈ મને શોભે નહીં. જ્યાં સુધી મને દર્શન કરવાનું મળે ત્યાં સુધી મારે સામા માણસની લાગણીને માન આપવું જોઈએ. અને સુધારકા તો મારી સાથે દર્શન કરતા હોય, એટલાથી હરિજન તરીકે મને સંતોષ થવા જોઈએ. સવ : હું આશા રાખું છું કે વાઈસરય બને એટલી જલદી પરવાનગી આપી દેશે. બાપુ : એ બિલનો ઝીણવટથી અભ્યાસ કર્યો નથી. અભ્યાસ કર્યા પછી તે વિષે એકસાઈથી કહી શકુ. આ પછી એક ખ્રિસ્તી, એક બૌદ્ધ, એક મુસલમાન અને બીજા બે સ્વયંસેવકોએ સિલાનમાં મંદિર ખોલાવવા સત્યાગ્રહ કરેલા અને તેમને