પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અને પહેલી લીટી સિવાય બીજું કશું નથી. ત્યારે બાપુ કહેઃ પણ એ આખી ભક્તમાળ મધુર લાગે છે.” બહેનાને આજે બહુ લાંબા કાગળ લખ્યું. તેમાંના મહત્ત્વનો ભાગ આ રહ્યો : “ પિંડ બ્રહ્માંડ વિષને પ્રશ્ન બહુ મોટો પુછાયો. પણ ટૂંકામાં સમજાવું છું. પિંડ એટલે આ દેહ એમ અત્યારે સમજી લેવું. અને બ્રહ્માંડ એટલે આ પૃથ્વી. હવે જે કાંઈ આપણા દેહમાં છે તે બધું પૃથ્વીમાં છે અને જે દેહમાં નથી એ પૃથ્વીમાં નથી. દેહ માટીના બનેલા છે તે પૃથ્વી પણ માટીની બનેલી છે. પૃથ્વીમાં પાંચ તત્ત્વો રહેલાં છે તો દેહમાં પણ પાંચ તત્ત્વો રહેલાં છે. પૃથ્વીમાં અનેક જાતના જીવો છે તો દેહને વિષે પણ અનેક જાતના છા છે. દેહ પડે છે અને ઉત્પન્ન થાય છે તો પૃથ્વીનું પણ એમ જ રૂપાન્તર થાય છે. આમ હજી આ વિચારને લંબાવી શકાય. પણ આટલા ઉપરથી આપણે ઘટાવી શકીએ કે જે આપણા દેહનું ખરું જ્ઞાન થાય તે પૃથ્વીનું પણ ખરુ જ્ઞાન થાય. એ દષ્ટિએ આપણને જ્ઞાન મેળવવાનાં ઝાઝાં વલખાં મારવાપણું ન રહે. દેહ તો આપણી પાસે જ છે. તેનું જ્ઞાન મેળવી લઈ એ તે આપણે બેડે પાર ઊતરે. પૃથ્વીનું જ્ઞાન મેળવવાનો લાભ રાખવા જતાં એ હંમેશાં અધૂરું જ રડેવાનું અને તેથી જ જ્ઞાનીઓ આપણને શીખવી ગયા કે જેવું પિડે તેવું જ બ્રહ્માંડે છે. અને જે આત્મજ્ઞાન મેળવી લઈ એ તો એમાં બધું જ્ઞાન આવી જાય છે. પણ એ આત્મજ્ઞાન મેળવતાં મેળવતાં કેટલુંક બાહ્ય જ્ઞાન પામીએ છીએ એમાંથી જે રસ મળી શકે તે રસ ચાખવાનો આપણને અધિકાર છે. કેમ કે તે રસ પણ આત્મજ્ઞાનને નિમિત્તે ચાખવાનો રહ્યો છે. . . . મને લાગે છે કે નરસિંહભાઈ ગીતાને અર્થે કરવામાં ઊડે નથી ઊતર્યા. ગીતાના કુષ્ણને વિચાર કરતાં ઐતિહાસિક કbણને આપણે સાથે ભેળવી દેવા નહીં* જોઈ એ. કૃષ્ણની પાસે હિંસા અથવા અહિંસાનો પ્રશ્ન નહોતા. અર્જુન હિંસાથી કાયર નહોતા થયે પણ સ્વજને મારવાને એને કંટાળા ઊપજ્યો હતો; એટલે કે તેને સમજાવ્યું કે કર્તવ્યનું પાલન કરવામાં સ્વજન પરજનના ભેદ કરી જ ન શકાય. ગીતાયુગમાં લડાઈમાં થતી હિંસા કરવી કે ન કરવી એ પ્રશ્ન કેાઈ માતબર માણસ છેડતા જ નહોતા. ખરું જોતાં એ પ્રશ્ન જ આ યુગમાં ઊડેલે જણાય છે. અહિંસાધર્મ ને તો તે વખતે બધા હિંદુ માનતા હતા. પણ ત્યાં હિંસા છે અને કથાં અહિંસા છે એ જેમ આજે તેમ તે વખતે પણ ચર્ચાનો વિષય તો હતો જ. આજે આપણે ઘણી વસ્તુ કરતાં જેને હિંસા તરીકે નથી ગણતા તેને આપણા પછી થનારી પ્રજા કદાચ હિંસારૂપે જોશે. જેમ કે આપણે દૂધ પીએ છીએ ૧૨૭ Gandhi Heritage Portal