પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નથી હરાવી એમાં પણ મને તો લાગે છે કે એના મનમાં છે કે કેંગ્રેસની સાથે કેક દિવસ તો સુલેહ કર્યો જ છૂટકે છે. એણે અસ્પૃસ્યા વિષે જે જવાબ આપ્યો એ લગભગ સ્વીકાર જેવા કહેવાય. બીજા ભાગ વિષે તો એ શી રીતે કાંઈ લખી શકે ? ” - મેં કહ્યું : “ અવિને મગનલાલભાઈ ગુજરી ગયા ને જેવો કાગળ લખેલે તે તો ન જ ભુલાય” ( બાપુ તો ભૂલી ગયા હતા ). વલ્લભભાઈને યાદ હતું. એ કહે : “ મહાદેવ, લડાઈ છોડી દે ને તો બધા એવા કાગળ લખતા થઈ જાય, કેશ રાખે તો શીખો નાનકની ગાદી ઉપર સ્થાપે એમ !” - પર્સી બાર્ટલેટના કાગળ રવીન્દ્રનાથ ટાગોરના કાગળ સાથે આવ્યા. ટાગારની અપીલ લાંબી લપસિંદર જેવી લાગી. એ લઈને પેલા વાઇસરૉય પાસે ગયા. પણ પેલાએ પાણીચું આપ્યું. બાપુ કહે : “ તમે શો અર્થ કરો છે ?' મેં કહ્યું : “ મને લાગે છે કે ટાગાર બન્ને બાજુને અપીલ કરે છે, એટલે કેંગ્રેસને અને સરકારને.' બાપુ કહે : “ ના, કદી નહીં. એ તો “we in India” (હિંદમાંના અમે) કહે છે. એમાં આપણને પણ ગણી લે છે. એણે અહીં મારી પાસે પેલાને મોકલવા ધારેલું એટલા જ માટે કે હું પણ સમાધાનને માટે તૈયાર છું. આ અપીલમાં હું સામેલ થાઉં એટલાં ખાતર હું કાંઈ મૂકી દઉં કે હું કાંઈ પગલું ભરું એમ એ ઈચ્છે છે, એમ નહીં.” મેં કહ્યું : “ બાટલેટ તો જરૂર એમ ધારતું હશે.” બાપુ કહે : જે મને અપીલ કરવાના હોય તો તે અપીલ કયારની એણે છાપામાં છાપી મારી હોત.” આજે રામદાસ અને એક મહારાષ્ટ્રી વિદ્યાર્થી બાપુને મળી ગયા. રામદાસે સુપરિન્ટેન્ડન્ટની સાથે અમને મળવાને ખૂબ રકઝક કરી એમ બાપુ કહેતા હતા, પણ પેલાએ ન માન્યું. | બાપુ દરરોજ પોતાના કાંતવાનું પરિણામ જાહેર કરે. આજે ચાર પૂણીમાંથી ૧૦૦ અને બીજી પાંચમાંથી ૧૦૨ કરીને ૨૦૨ તાર કાંત્યા. સુંદર કઠણ કાકડુ. બાપુ વિશ્વાસ રાખે છે કે આગળ જતાં ડાબા હાથ ઉપરની તાણ તો એછી થશે જ. ઑકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ માટેની આત્મકથા’ની સંક્ષિપ્ત આવૃત્તિ માટે લખેલે ઉપધાત બાપુને જેવા આપ્યા. પહેલા જ હૈ ૦૪- રૂ ૨ વાકથની ઉપર અટક્યા. “ ભાષાંતર મુશ્કેલ હોય તેથી સંક્ષેપ મુશ્કેલ શા સારું થાય ? મૂળ જ સંક્ષેપ છે માટે તેને સંક્ષેપ કરવું મુશ્કેલ થાય તે સમજી શકાય, પણ ભાષાંતર મુશ્કેલ હતું ૧૩૦ Gandhi Heritage Portal