પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૩૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

માટે સંક્ષેપ મુશ્કેલ થાય એ ન બને, ઊલટું ભાષાંતર કરનારને સંક્ષેપ કરવા સહેલો પડે. બાકીના ભાગ વિદ્યાર્થીઓની આવૃત્તિમાં ન ચાલે, એ તો પુસ્તકનું અવલોકન કરતા હો કે ટીકા કરતા હો તો ચાલે. બાકી આમાં તો માત્ર સંક્ષેપ કરવાની રીત વિષે એ અક્ષર લખીને એ પૂ રુ કરવું જોઈએ. એણે ૮૦૦ શબ્દોનો ઉપાદ્યાત લખવાને કહ્યો. એટલે આપણે તેનો એ ઉપગ ન કરીએ. આપણે તો ૬૦૦ લખવાના હોય ત્યાં ૨૦૦ લખીને આપીએ, ત્યારે આપણી મર્યાદાની કદર થાય.” મેં ઉપાઘાત સધાર્યો અને પાછો રજૂ કર્યો એ બાપુએ પાસ કર્યો. મેજરે એ ઇન્સ્પેક્ટર જનરલને મોકલવાની અને તે ત્યાંથી પરબારું એકલશે એવી વાત કરી. લૅડ અવિનનું ટોરાન્ટનું ભાષણ આપ્યું. વલ્લભભાઈ કહે : ૬% જુઓ તમારા મિત્ર ! ' બાપુ કહે : “ જરૂર હું એને મિત્ર માનું છું. તેનું આખું ભાષણ જોયા વિના હું અભિપ્રાય ન આપું.” લેડ સૈકીના “ ન્યૂસ લેટર’ છાપામાં લખાયેલ લેમ આખા આજે અહીંના છાપામાં જોયે. તેથી આપુ બહુ દુ:ખી થયા. -- રૂ ૨ એમાં બાપુ વિષેનો ભાગ વાંચીને બાપુ કહે : “ અવળચડો લેખ છે. એને કાગળ લખવો જોઈએ. મારા એને વિષેને અભિપ્રાય સાચે પડે છે.” કાગળ લખાળ્યા. વલ્લભભાઈ સાંભળતા હતા. પૂરા થયા એટલે કહે : “ આટલું લખે છે તેના કરતાં એને લખાની કે તું હાડેહાડ જીફો છે.” - બાપુ ખડખડાટ હસ્યા. બાપુ કહે : “ નહી, એના કરતાં વધારે સખ્ત મેં કહ્યું છે. હું તો કહું છું કે એનું વર્તન સજજનને ને છાજે એવું છે; એથી આગળ વધીને કહું છું કે તું કોડી છે - મિત્ર કે સાથીને દગો દીધા. અંગ્રેજને આ વસ્તુ ભારે આકરી લાગે એવી છે પણ એ મને લાગે છે એટલે લખ્યું છે - કારણ શફી કે આગાખાન જેવા જે એને હમેશાં મળ્યા કરતા હતા તેમણે જ આ બધી ખેતી વાતો કરી હશે. તે એણે માની એટલું જ નહીં પણ મને કદી પૂછયું નહીં અને મને અહીં પૂર્યા પછી કહે છે કે વાંક મારા હતા !” બાપુને ટલું લાગ્યું છે એ તો એ ઉપરથી જણાય છે કે પ્રથમ કાગળ લખાવ્યા તેમાં વાક્ય આમ હતું : "You have given judgment against me on evidence of which I have been kept in ignorance and your judgment has been given at a time when I have been rendered incapable of defending myself." ૧૩૧ Gandhi Heritage Portal