પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આઈ પોતાના દીકરા અને પતિને માટે દર્શન માગે છે. બીજી કહે, તમારો કાગળ આવ્યો તો દર્શન પણ થશે જ એવી શ્રદ્ધા રાખવી જોઈએ. . મેજિસ્ટ્રેટની દીકરી તો જેલમાં છે. પણ સાથે . .નાં મા પણ છે એ કેવી બલિહારી ! સેમ્યુઅલ હારના ભાષણના શબ્દો બાપુને પાછા સંભળાવતાં બાપુ કહે :

    • એની વાત મને ગમે છે. એને એકકે મધ્યસ્થી કરનારની રૂ-ક-રૂર ગરજ નથી, કારણ એને કેાઈ વિશ્વાસુ માણસ નથી.

એવાની સાથે લડવામાં મઝા છે, એવાને હાથે જ સારુ ચશે. સેંકના કરતાં આ માણસ હજારગણા સારા. પેલે તો ધારે શું અને કહે શું. આ માણસ જે ધારે છે તે કહે છે. એક વાર મેં એને પૂછયું, “ અર્થી આટલા બધા માણસો છે તેમાંથી એકેની શક્તિ ઉપર તમારા વિશ્વાસ નથી એમ તમે માને છે ના ? ' એ કહે : “જે નિખાલસપણે કહેવું હાય તો મારે કહેવું જોઈએ કે એ સાચી વાત છે, મને વિશ્વાસ નથી.' મેં એ જ બાબત ઉપર એને ધન્યવાદ આપેલા કે તમારું પ્રામાણિકપણું મને બહુ ગમે છે.” * આજે પર્સી બાટલેટને કાગળ લખ્યું. તેમાં બાપુએ જણાવ્યું કે, શાન્તિ અને સમાધાન માટેની કવિની ઇરછામાં હું સહમત છું. અને તે અટકે એવું હું એક પગલું ન લઉં'; અને તે બને એવું એક પગલું', દેશનું માન જળવાય એ શરતે લેતાં ન ચૂકું.” નારણદાસભાઈ લખે છે કે હરિલાલભાઈ ઉપર બાપુએ લખેલા કાગળ આશ્રમની ટપાલ પહેલાં નંખાયેલા હતાં. ત્યાં મળ્યો નથી. આ વખતે તો કાગળા ગમે તેટલા ગેરવલે જાય છે અને પોલીસને ત્યાં જઈને પડે છે. માલવીજી છૂટી ગયા. મેજરે એનો ખુલાસે સારો આપે. કહે છે કે જ્યાં સુધી હુકમ ન તોડે ત્યાં સુધી કાયદાભંગ કહેવાય નહીં, હુકમ તાડે એ પહેલાં પકડી લીધેલા, હવે છોડી દીધા છે. વલ્લભભાઈ એ કાલે અને આજે મળીને ચારપાંચ વખત મને અને બાપુને કહ્યું હશે : “ ત્યારે માલવીજી તો છૂટી ગયા.” આવી કાઈ ખબર આવે છે ત્યારે તેની ઉપર બિચાર કરવાની વલ્લભભાઈની એ રીત છે. આજે આખો દિવસ એમણે આની ઉપર વિચાર ચલાવ્યા હશે. સૂતી વખતે પણ કહે : “ ત્યારે માલવીજીને આઠ દિવસમાં જ છોડી દીધા !” ૧૪૪ Gandhi Heritage Portal