પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ન પહોંચી શકે, તેની જરાય દરકાર ન હોય. પણ એથી ઊલટુ બુદ્ધિ ઘણી વાર અમુક વસ્તુ માને, પણ તે હૃદયમાં ન ઊતરે તો એ ત્યાજ્ય થઈ પડે છે. આ મેં કહ્યું છે એ સ્પષ્ટ કરવાને સારુ તારી મેળે છે અનેક દૃષ્ટાંત નિપજાવી શકશે. મેં જે અર્થમાં “ ન્યાય’ શબ્દને હમણાં વાપર્યો એ અર્થમાં એ કદી સાધ્ય વસ્તુ ન હોઈ શકે. ન્યાય અને નિષ્કામ કર્મચાગ બને સાધન છે. ન્યાય બુદ્ધિનો વિષય છે, નિષ્કામ કુમ યોગ હૃદયને છે. બુદ્ધિથી આપણે નિષ્કામતાને ન પહોંચી શકીએ. !

    • હવે તારા પ્રશ્ન ઉપર આવું. દયા અને અહિંસા ભિન્ન વસ્તુઓ નથી. દયા અહિંસાની વિરોધી નથી. અને વિરોધી હોય તે દયા નથી. દયાને અહિંસાના મૂર્તરૂપે ઓળખી શકીએ. દયાહીન વીતરાગપુરુષ એ પ્રાગ સાવ ખોટી છે. વીતરાગપુરુષ એ દયાના સાગર હોવા જોઈએ, અને જ્યાં કરડેની પ્રત્યે દયાની વાત છે. ત્યાં તે દયા સાત્ત્વિક હોવા છતાં પણ રાગરહિત નથી, એમ કહેવું એ કાં તો દયાનો અર્થ ન સમજવાપણું છે અથવા દયાનો નો અર્થ આપવાપણું છે. સામાન્ય રીતે જે અર્થમાં તુલસીદાસે ‘દયા’ શબ્દને વાપર્યો છે તે જ અર્થ આપણે કરીએ છીએ. તુલસીદાસનો અર્થ નીચેના દુહામાં સાવ સ્પષ્ટ છે :

दया धर्मको मूल है, पाप/दह मूल अभिमान । “ અહીં દયા એ કેવળ અહિંસાના જ અર્થમાં છે. અહિંસા એ અશરીરી આત્મામાં જ સંભવે છે. પણ આત્મા જ્યારે શરિર ધારણ કરે છે ત્યારે તેનામાં અહિંસા દયારૂપે મૂર્તિમંત થાય છે. આ દષ્ટિએ જોતાં વાછડા ઉપર થયેલી ક્રિયા એ શુદ્ધ અહિંસાનું મૂર્ત સ્વરૂપ હતું. આત્મા પિતે સહન કરે છે તો એનો સ્વભાવ જ છે. પણ બીજાની પાસે સહન કરાવવું એ આત્મસ્વભાવથી ઊલટી વાત થઈ. જે વાછડાની ઉપર મતે થતું દુ:ખ નિવારણ કરવાની ક્રિયા કરી હોત તો એ અહિંસા નહોતી, પણ વાછડાને થતું દુ:ખ નિવારણ કરવું એ અહિંસા હતી. અહિંસાના પેટમાં જ બીજાને થતું દુ:ખ ન સહન કરવાપણું છે. એમાંથી જ યા છૂટે, વીરતા પ્રગટે અને અહિંસાની સાથે રહેલા જેટલા ગુણો છે તે બધા જ જોવામાં આવે. બીજાને થતું દુ:ખ જોયાં કરવું એ ઊંધા તર્ક છે. વળી જીવનદુ:ખ કરતાં મરણદુઃખ મનુષ્યસ્વભાવમાં વધારે જ છે એ પણ નિરપવાદ સાચું નથી. મને લાગે છે કે આપણે જ મરણને મહાભયાનક વસ્તુ કરી મૂકેલી છે. જંગલી ગણાતા લેકામાં એટલે મરણનો ભય નથી હાતા. લડાયક પ્રજાઓમાં પણ એ ભય જ છે. અને પશ્ચિમમાં ૧૫૧ Gandhi Heritage Portal