પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તો આજે એવા સંપ્રદાય નીકળી રહ્યો છે કે જે રિબાઈ રિબાઈ ને જીવન વ્યતીત કરવા કરતાં મરવું જ પસંદ કરશે. મરણના અતિશય ભય માની લીધો છે એ મને તે અજ્ઞાનની અથવા તે શુષ્ક જ્ઞાનની નિશાની લાગે છે. અને એ માન્યતાથી અહિંસાએ આપણામાં અને તેમાંયે જેનામાં વક્રરૂપ ધારણ કર્યું છે. અને તેથી ખરી અહિંસાના લગભગ લેપ થયે છે. ક્રોધાવેશમાં કુવામાં પડનારી બહેન દોરડું મળ્યે ભલે તેનો આશરો લે, પણ જે ગમે તેવી માન્યતાથી પણ ઈરાદાપૂર્વક કૂવામાં પડે છે એ દોરડાની સહાય મળે તોપણ તેનો તિરસ્કાર કરશે. જપાનીઓની “હારાદિકરી' એ આનું પ્રસિદ્ધ દષ્ટાંત છે. * હારકિરી’ જ્ઞાનમૂલક છે કે અજ્ઞાનમૂલક એ અહીં પ્રસ્તુત નથી. અહીં તો હું એટલું જ બતાવી રહ્યો છું કે એવા અસંખ્ય દાખલા છે કે જેમાં માણસે જીવવા કરતાં મોતને વધારે પસંદ કરે છે. અને પશ્ચિમમાં અપંગ થયેલાં રિબાતાં જાનવરોને દેહમુકત કરવાનો રિવાજ છે, તેની પાછળ એ માન્યતા રહેલી છે કે પશુને મરણને ભય ઓછો છે. અને અમુક હદ ઉપરાંત દુ:ખ પડે તો એ મૃત્યુ પસંદ કરશે. આ માન્યતા સાચી ન હોય એ બનવાજોગ છે. તેથી પશુને મનુષ્યના જેટલા જ પોતાના પ્રાણ વહાલા છે, એમ સમજીને વર્તાવાનો આપણો ધર્મ છે. ૮૬ ને આટલે સુધી વાત તને ગળે ઊતરી હોય તે સમાજદષ્ટિ કે સમાજધમને બહુ વિચારવાપણું નથી રહેતું. જ્યાં લોકોની વૃત્તિ અહિંસા ભણી હોય ત્યાં વાછડાના દાખલાનો દુરુપયેાગ થવાનો સંભવ ઓછો છે. જ્યાં અહિંસાવૃત્તિ નથી ત્યાં પશુહિંસા તો થયા જ કરે છે. એટલે મારા જેવાના દાખલાથી. કંઈ વધારો થવાનો સંભવ નથી. વાછડાના દેહના અંત લાવવામાં પરિણામના પૂર્ણ જ્ઞાનની આવશ્યકતા ન હતી. જો મૃત્યુ બીજી રીતે કોઈ પણ કાળે વાછડાને આવવાપણું ન હોત તો વિચારવા ચાખ્ય વસ્તુ હતી ખરી. એટલે કે વાછડાના દેહને અંત મારા સિવાય બીજું કઈ લાવી જ ન શકે એવી સ્થિતિ હોત, તે પછીના પરિણામના પૂર્ણ જ્ઞાનની આવશ્યકતા અવશ્ય હતી. અહીં તો વાછડો અને આપણે બધા જીવ દેહાંતને રાજ સાથે લઈને જ કરીએ છીએ. એટલે એમાં ભારેમાં ભારે વસ્તુ તો એ જ રહી કે એ દેહ થોડા દિવસ કે માસ કે વર્ષ વધારે લંબાત. આ બધું અહીં અજુગતું નથી કેમ કે હેતુ છેક નિઃસ્વાર્થ છે, અને વાછડાનું જ સુખ જેવાપણું છે. અને તેથી એમ કહી શકાય કે કદાચ કયાંય વિચારદોષ થયો હશે તો પણ વાછડાને સારુ કોઈ દિવસે નહીં આવનારું એવું કાઈ ખરાબ પરિણામ નીપજ્યું ન હોત. . . . આ વિચારશ્રેણીમાં કેટલીક પ્રચલિત માન્યતા ઉપર પ્રહાર છે એમાં સંદેહ ૧પર, Gandhi Heritage Portal