પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૬૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આવીને ખાનગી ઘરામાં રહે છે, સેવા કરે છે અને છેવટ સુધી કોઈને ખબર પડતી નથી તેવું આ જોડું' કહેવાય. બીજા એક લાંબા કાગળમાં એક . . નો હતો. મોટા નિબંધ હતા. તમે જેલમાં ખાસ અધિકાર ભાગ છે અને બીજાને છાડવાના કેમ ઉપદેશ આપે? માણસ માંદુ પડે ત્યારે એને મરતું જોઈ ને કેમ દુ:ખ થાય છે ? જીવે તો કેમ ઈશ્વરનો આભાર માનીએ છીએ કે તમે કેમ મણલાલ બચી ગયા ત્યારે એમ આભાર માન્યો હતો ? આયુષ્યની મર્યાદા કેટલી ? ઘણા અનીતિમાન માણસા કેમ લાંબુ જીવે છે ? અને નીતિમાન કેમ વહેલા ચાલ્યા જાય છે ? – ઇત્યાદિ. એને બાપુએ લાંબા કાગળ લખે છે : . . . ની પાસે તેની ઉપર દબાણ કરીને જે બે વિશેષ સગવડો તે ભાગવે છે તે ન છોડોવાય. તેને પોતાને એ બાબતમાં હૃદયમાં ઉમળકે ન આવે ત્યાં લગી એ વસ્તુ ન છાડાવાય. મારા દાખલા લે છે એ બરાબર છે, અને બરાબર નથી. અરાબર છે કેમ કે જ્યાં લગી હું કાર્ય ક્ષેત્રમાં પડયો છું ત્યાં લગી મારા દાખલા લેવારો જ. અને બુદ્ધિભેદ પેદા થશે જ. કેમ કે અનેક કારણોને લઈને જે વતન હું બીજાની પાસે ઈચ્છું તે અત્યારે મારા જીવનમાં દેખાડી શકતો નથી. એટલી નેતૃત્વમાં ઊણપ છે એ હું જાણું છું. મારો દાખલે લેવા બરાબર નથી કેમ કે મારી સ્થિતિ બીજા સાથીઓથી નાખી થઈ ગઈ છે. તેનું એક કારણ મારી શારીરિક નબળાઈ, બીજા કારણ મહાત્માપદ, અને ત્રીજું કારણ મારી ખાસ પરિસ્થિતિ. હું તો ' ક' વર્ગ માં હાઉ” તો પણ મારા ખોરાક તો જુદા હોય જ. તે મારા શરીરને લીધે ને વ્રતને લીધે. દરેક કેદીને આ વાત વત્તાઓછા પ્રમાણમાં લાગુ પડે છે. જેટલા વેગથી મને ખેરાકની સગવડે મળી શકે તેટલા વેગથી તે બીજા કેદીને ન મળી શકે, એ નાખો પ્રશ્ન છે. હું દર ત્રણ મહિને મુલાકાત લેવાને બદલે દર અઠવાડિયે લઉં છું, અને કાળા લખવાની તો લગભગ કશી મર્યાદા નથી. એને વિષે મારા મનને એમ મનાવ્યું છે કે મારે કેાઈ અંગત મિત્રો નથી, સગાંને સગાં ગણીને મળતા નથી; હું મળું છું તેથી નૈતિક અર્થ સરે છે. હું લખું છું તેમાં પણ એ જ હેતુ છે. ઊંડેઊંડે આમાં કાંઈ ભાગ હશે તો હું જાણતા નથી. હાવાના સંભવ ઓછો છે. કેમ કે કાગળ લખવાનું કે મળવાનું બંધ થાય તો મને આઘાત પહોંચે તેમ નથી. '૩૦ની સાલમાં મારી શરત કબૂલ ન રહી એટલે મળવાનું મેં બંધ કર્યું હતું: ”૨ ૨ની સાલમાં કાગળ લખવાનું બંધ કર્યું હતું. આ ઉપરાંત મને નોખા રાખવામાં આવે છે તે ૧૬૨ Gandhi Heritage Portal