પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગીતગોવિદ વાંચતાં થયેલી. એનું ભાષાંતર અને એની ઉપર પાછું ટિપ્પણ વાંચતાં થયું કે એ વાંચવાનો પ્રયત્ન કરવો તે મિથ્યા છે.” - આજે ‘યેલ રિવ્યુ ’માં લાસ્કાનો આવેલા એક લેખ ગાળમેજી વખતની મુસલમાનોની અવળચંડાઈ સરસ રીતે ખુલી પાડે છે. એ વાંચી સંભળાવવામાં આવતાં બાપુ કહે : “સેંકીનું પાલાપણું લાચ્છી સમજી ગયા લાગે છે. મને આનંદ થાય છે કે એની અને બીજાઓની આંખ ઉઘાડનાર હું જ હતા. કારણ સેંકી વિષેની મારા અભિપ્રાય મેં કદી ઢાંક્યો જ નથી.” મેં પૂછયું : “ બાપુ, ઍકીના કાગળનો જવાબ હવે આવવા જોઈએ.” બાપુ: “કો કાગળ ?” ૮૪ એના લેખ વિષે આપે લખેલે છે.” fવળી એને કાગળ કયારે લખ્યો?” વલ્લભભાઈ: “ અરે, બાપુ આમ ભૂલી જશે તે કેમ ચાલશે? હજી આપણે સ્વરાજ લેવું છે ને ! ” પછી મેં કાગળની યાદ આપી. કેટલીક વિગત આપી ત્યારે બાપુ કહે : “ હવે કંઈક ઝાખું મરણ થાય છે.” | આવી વસ્તુ આપુ ભૂલ્યાનો આ પહેલો દાખલો મારા જાણવામાં આવે છે. બીજી કેટલીક બાબતો સાવ ભૂલી ગયાના દાખલા જાણું છું, પણ આને હું મહત્ત્વનો ગણું. મેં રાત્રે સૂતી વખતે પૂછયું : “ બાપુ, તમને નાની વસ્તુઓ એવી યાદ રહે છે કે મને ઘણી વાર આશ્ચર્ય થાય છે. ત્યારે આવી મેટી વાત, જે કાગળ આટલી બધી ચર્ચા અને વિચાર પછી આપે લખેલા તે આપ કેમ ભૂલી જાઓ? આજે જ આપે કહ્યું દાઊદને કાગળ લખેલા તે ફલાણાના કાગળમાં બીડવ્યો હતો. એ આપને યાદ રહે અને આ ભુલાય એ વિસ્મય પમાડે છે.” a બાપુ: “ એવું મારે વિષે બન્યું છે, એનું કારણ એ કે આ બન્ને નાનકડા કાગળાની મારી પાસે કિ મત જુદી જુદી હતી. જેમાં કોઈ માણસનું કલ્યાણ સમાયેલું હોય એ વાત હું કદી ન ભૂલું.” હું : “ હા, સ્મૃતિની વ્યાખ્યા તો એ જ ના કે જે યાદ રાખવાની જરૂર હોય તે યાદ રાખવાની અને બાકીનું ભૂલી જવાની શક્તિ.” બાપુ: “ હા, સેંકીના કાગળને મે એવી અગત્ય આપી જ નહોતી. એ લુખાય ને ભુલાય. બાકી દાઊદને કાગળ યાદ રહ્યો. કારણ એમાં એક મનુષ્યના ઊંડા હિતની વાત રહેલી. સૈકીને તો હું લખાવીને ભૂલી ગયો. સાચી વાત એ છે કે મેટી લાગતી ચીજો મને મોટી નથી લાગતી અને નાની મોટી થઈ જાય છે. મહાભારત લાગતાં કામો મને મહાભારત લાગ્યાં ૧૯૬ Gandhi Heritage Portal