આ તો દક્ષિણ આફ્રિકાના ઇતિહાસનું એક અમૂલ્ય પાનું મળી ગયું.
આજે બાપુએ 'વેટ્ પેરેડ’ પૂરું કરું અને વલ્લભભાઈને કહે તમારે જરૂર વાંચવું. દારૂબંધીનો આખો ઇતિહાસ અંદર મળી જાય છે, અને કેટલાંક પ્રકરણ તો બહુ સરસ છે. આ આગમચ બાપુ અનેક પુસ્તકે વાંચી ચૂકયા છે. આજે Adam's Peak to Elephanta (ઍડમ્સ પીક ટુ એલીફન્ટા) શરૂ કર્યું.
આજે . . નાં અનેક ચોપાનિયાં આવ્યાં. તેમાંથી ખૂબ હસવાનું મળ્યું. 'જ્ઞાન કિરણો' નામની અનેક પત્રિકામાં એક મોટા તાવ ઉપર છાપેલી હતી. તેને કાપી સીવીને વલ્લભભાઈ એ એક ચાપડી બનાવી, ને બાપુને કહે : " વાંચવા જેવી છે, પણ જ્ઞાન વધી જશે તો ! ” પછી બાપુએ વાંચવા લીધી અને એક એક લીટી વાંચીને ખડખડ હસે. ખાસ કરીને “ દીવા ન બાળ’ એ પત્રિકા વાંચીને. વલ્લભભાઈ કહે : “ એ પત્રિકા લૅમ્પને દીવે બેસીને લખી હશે ! ” બીજા હસાવનાર તો અનેક ભાગો હતા. બાપુ કહે : " બિચારા સૌ પોતાની મતિ પ્રમાણે જેટલું થાય તેટલું કરી રહ્યા છે." પછી જરાક વાર રહીનેઃ " પણ ક્યાંય કોંગ્રેસનું નામઠામ છે ? એની પાછળ કેવી ડરની મનોદશા રહેલી છે ! જ્યાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈ એ ત્યાં પણ પરાણે ચુપ રહેવું પડે ! અને સરકાર પણ માને કે આ ઠીક છે. જ્યારે બધી પ્રવૃત્તિ તો કોંગ્રેસની હોય. દયાજનક સ્થિતિ છે !"
જીવણજીને મારા જ્ઞાતિજન તરીકે બાપુએ ઓળખાવ્યા અને દુર્ગા સાથે મને મળવા દીધા. સગાં અને મિત્રો વિષેના કાયદાની હાસ્યજનકતા બતાવવા મે મલકાની અને એની શકુંતલાનો કિસ્સો કહ્યો. બાપુને કહ્યું : " વિષ્ણુના કાગળમાં આ હતું.” બાપુ કહે: " આવી વાતો છાપામાં કેમ નહીં આવતી હોય ? "
१६-३-'३२ગઈ કાલે બા બારડોલી તાલુકામાં ફરવા ગયાં એવી ખબર આવી હતી, એટલે મેં કહેલું : " આ વખતે બને છ મહિના મળશે." બાપુ કહે : " ‘સી’ કલાસ મળે અને મજૂરી મળે તો નવાઈ નહીં. બાને ‘સી’ કલાસ મળે એ સરસ કહેવાય." ત્યાં તો આજે સાંજે એ જ ખબર છાપામાં આવ્યા ! આ ખબર સાંભળીને બાપુના આનંદનો પાર ન રહ્યો. ખડખડાટ હસ્યા, પછી માત્ર એટલું બોલ્યા: " સાઠ વર્ષની डोસીને સખત મંજૂરી આપતાં એને ૨૦
Gandhi Heritage Portal