પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

work for God. He carries fragrance with him wherever he goes." k* જે માણસ ઈશ્વરને ચાહે છે તે રાજના આઠ કલાકને હિસાબે પોતાના કામનું માપ નથી કરતા. એ તો સતત કામ કરતા જ હોય છે. એને છુટ્ટી જ નથી હોતી. તક મળતી જાય તેમ તે ભલું કરે છે. સદાસર્વદા અને સર્વત્ર એને પ્રભુપ્રીત્યર્થે કામ કરવાની તક મળે જ છે. જયાં જાય ત્યાં એ પોતાની ખુશએ ફેલાવે છે.” . . . ને લખેલા કાગળમાંથી : “તમે આત્મવિશ્વાસ ખાઈ બેસે તે બરાબર નથી. કુવિચારો માણસને ઘણી વાર આવે, પણ ઘરમાં જેમ કચરો ભરાય, તેને જે વખતેવખત કાઢયાં કરે છે તે સ્વચ્છ છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે એમ કહેવાય. એ જ રીતે કુવિચારને જેવા આવે તેવા જ કાઢયાં કરે તેને સદા જય જ છે. તે કદી દે ભી ન કહેવાય. એ દંભમાંથી અચવાને સારુ મેં તો સુવર્ણ ઉપાય બતાવ્યો છે કે એ વિચારાને આપણે કદી છુપાવવા નહીં, પણ જાહેર કરી દેવા. તેની દાંડી પીટવાની પણ જરૂર નહીં. કાઈક મિત્રને તે કહી જ દેવા જોઈએ. અને આખું જગત જાણે તેયે હરકત નહીં, એવી માનસિક સ્થિતિ હોવી જોઈએ. વિનોબાના વચન ઉપર શ્રદ્ધા રાખજો અને નિરાશ ન થજો.” બહાર કામ કરવા જનાર રાજકીય કેદીઓને એડી પહેરાવે છે તેની સામે સત્યાગ્રહ કરવો જોઈએ એ વિષે : “કેદીઓના વતન વિષે અહીંથી પ્રગટ કરવા જેવું કંઈ લખી જ ન શકાય. તમે લખે છે એ તો બરાબર છે કે એનું વધારે સ્પષ્ટીકરણ થવું જોઈએ. એ તે હવે અવસર મળ્યું થાય. બેડી વિષે તમારી દલીલ સમજ્યો છું, પણ મારો અભિપ્રાય હજી કાયમ છે. કેમ કે મારા મનથી રાજદ્વારી અને બીજા કેદીઓ વચ્ચે હું ભેદ નથી ગણતા. એટલે આખા કેદખાનાની પદ્ધતિમાં સુધારાની આવશ્યકતા છે. કેદખાનું એ સજાનું સ્થાન નહીં પણ સુધારાનું સ્થાન છે એવું ગણાવું જોઈએ, અને એવું ગણાય તો એક માણસ જેણે જૂઠો દસ્તાવેજ ઘડવ્યો હાય અને તેને સારુ કેદમાં પડયો હોય તેને શા સારુ બેડી હોય ? એડીથી તો એ સુધરવાનો નથી. એના ભાગી જવાનો ભય ન હોય, તેફાન કરવાની એનામાં શકિત ન હોય, ઈચ્છા પણ ન હોય, એવાને બેડી પહેરાવવી એ મને અસહ્ય લાગે. પણ એક રાજદ્વારી કેદી હોય, એ શરીરે તમારા જે પહેલવાનું હોય, રોજ જેલ ફાડવાની ધાટ ઘડતો હોય, હાથના છૂટા હોય, મેટાને છુટા હાય, એને બેડી પહેરાવવાનો હું ધર્મ માનું. આમાંથી સાર એટલો જ કાઢવા ઇચ્છું છું કે રાજદ્વારી અને અરાજદ્વારી એ ૨૨૬

Gandhi Heritage Portal

૨૨૬