પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગણીએ છીએ. અત્યારે કૃત્રિમ ઉપાયોના જે ઉપગ પશ્ચિમમાં થઈ રહ્યો છે એનું એક પરિણામ તો આવી જ રહ્યું છે કે વિવાહની પવિત્રતા ચાલી ગઈ છે અને જેને જે વખતે ફાવે તે વખતે થી ભાગ ભોગવી લે છે. આ વસ્તુના પ્રચારને વરસે તો કાંઈ હજુ ગયાં નથી, એટલામાં જેને આજ લગી પવિત્ર બંધન માન્યાં છે એ તૂટી રહ્યાં છે. અત્યારે તો સારા ગણાતા પશ્ચિમના વિચારકે એમ માનતા થઈ ગયા છે કે વિવાહ એક વહેમ છે. અને સગાં ભાઈબહેન પણ એકબીજા પ્રત્યે વિકારવેશ થાય તો એ વિકારને સંતાપે એમાં દોષ નથી એટલું જ નહી પણ એ ચેાગ્ય જ છે. આ બધા વિચારોને હું એક છેડેથી બીજે છેડે જવા જેવી અતિશયતા નથી સમજતા. પણ સંતતિનિયમનની પાછળ રહેલી વિચારશ્રેણીનું આ સીધું અને સહજ પરિણામ છે. અને એવું બની પણ શકે કે આપણે આજે વિવાહ વગેરેનાં બંધનો આત્મપાપક માન્યાં છે એ આત્મનાશક હાય, પણ હું એવી વસ્તુઓની દલીલને ખાતર શક્યતાના સ્વીકારની આગળ જઈ જ શકતા નથી. નીતિ અને શાસ્ત્રને નામે થતી આ બધી વાતો મને અત્યંત ભયંકર લાગે છે. બેટી દયાથી, અધીરાઈથી, અને પોતાના ક્ષણિક અનુભવોમાંથી આ નવા વિચારોના કુવારા ઊડી રહ્યા છે, એમાં આપણે ભીંજાઈ ન જઈ એ એમ હું ઈચ્છું છું. વળી એ કૃત્રિમ ઉપાધ્યાને હિંદુસ્તાનની પરિસ્થિતિ જોતાં અત્યારે તો સ્થાન નથી જ. અસંખ્ય માણસાનાં શરીર હૃણાઈ ગયાં છે, મન નબળાં પડી ગયાં છે, ત્યાં વિષયેચ્છા જાગ્રત થઈ કે તૃપ્ત કરવા મંડી જાય એટલે આપણી ઉન્નતિને તાળું દેવાઈ જાય. આ ઉપાયાના ઉપયોગ કરી રહેલા માણસે તો ખરેખર નપુંસક જેવા છે. છાપાંઓમાં જે જાહેરખબર આવે છે તેની ઉપર નજર ફેરવી જજે, આ વાત તો હું બહાળા અનુભવ ઉપરથી કહું છું. નીતિનાશને માગે 'ના લેખ લખાયા એ દરેક અફવાડિયે આવતા શક્તિહીન વિદ્યાર્થીઓ અને અધ્યાપકાના કાગળાના જવાબમાં લખાયેલા છે. હિંદુસ્તાનના નવયુવકોએ તો પોતાની ઉપર બળાત્કાર કરીને પણ સંયમનો પાઠ : ગાખવાના છે. આળાઓની પણ ભારે વિચિત્ર સ્થિતિ છે. આશ્રમમાં ઊછરેલી . . . જેવી કરી પંદર વરસની, શરીરે નબળી, પરણવાની માગણી કરે એ કેવી વિચિત્ર વાત ! પંદર વર્ષની છોકરીને વિકાર શું કામ પેદા થાય ? પણ આપણું વાતાવરણ જ મલિન છે. બચપણથી જ બાળકો અને બાળાઓને વિકારના પ્યાલા પિવડાવવામાં આવે છે. એવાને વિકારાને વશ થવાને ધમ શીખવવાને હું તો જરાયે તૈયાર ન થાઉં. પણ હવે આ વાતને ન લંબાવું. આટલેથી મારા વિચાર તું જાણી શકો.' २३०

Gandhi Heritage Portal

૨૩૦