પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બે માણસોએ દરિદ્રનારાયણની સેવા એના ખરા મંદિરમાં જઈને આરંભી છે : વરામ અને જેઠાલાલ. જીવરામ ઓરિસ્સાના અજ્ઞાન અને આળસુ અને ગરીબીમાં સબડતા પ્રદેશમાં જઈને પડડ્યા છે. જેઠાલાલ મધ્ય પ્રાંતના અનંતપુર ગામડામાં. લાખ માણસની વસ્તી એવી છે કે જેને એક આનો રોજના આપી શકાય એ પણ મોટી રાહત છે. જેની પાસે છ આનાની કિંમતે રેંટિયો ખરીદવાની પણ સવડ નથી. આવા માણસામાં કામ કરવું કેવું વિકટ હશે? ત્યાં ખંતથી પગ બાંધીને જેઠાલાલ ત્રણ વર્ષ થયાં પડયા છે. જેઠાલાલના કામના હેવાલ આવ્યા તેને બાપુએ લાંબા કાગળ પ્રોત્સાહનનો અને સૂચનાનો લખ્યા. બિહાર જયાં ભૂખમરો છે અને જ્યાં પૂરતાં પહેરવાનાં વસ્ત્ર નથી ત્યાં રેટિયા આપોઆપ સજીવન થયે, એને બાપુ શાસ્ત્રીય પ્રયોગ નથી કહેતા. પણ “ તમારા પ્રાગને શાસ્ત્રીય કહું છું અને તેથી તમારી પાછળ મારી આંખ હમેશાં રહેલી છે અને તમારા કાર્યના અથથી ઇતિ હેવાલ જાણવાની હમેશાં ઈચ્છા રહેલી જ છે. તમે અનુભવી છે એટલે વધારે મુશ્કેલીઓ હજુ હવે અનુભવશો. મહાન કાર્યને વિષે હમેશાં એવું બનતું આવ્યું છે. જ્યારે એમ લાગે કે હવે તો રસ્તો સાફ થ છે એટલે ઝટઝટ ગતિ કરીશું એમ માનીને જરાક નિરાંત લેવાઈ કે તુરત નજરે ખાઈ જોવામાં આવે છે. એટલે તમારે હવે ત્યાં સમાધિસ્થ થઈને બેસવું જોઈએ. પહેલી વરતુ તો અખૂટ ધીરજ છે અને એવી ધીરજને સારુ આત્મવિશ્વાસ હોવો જોઈએ, અને આત્મવિશ્વાસ એટલે પોતાના કાર્યને વિષે અખૂટ શ્રદ્ધા. આટલું હોય તો અજાણપણે અસંખ્ય ભૂલો થતી હોય તેની ચિંતા કરવાપણું ન રહે. રખેને આપણે ભૂલતા તો ન હોઈ છે ને, એવી ધાસ્તીમાં તે ધાસ્તીમાં સુકાઈ જવાપણું ન હોય. તમારા પ્રત્યેાગને હું શાસ્ત્રીય ગણું છું , એના અર્થ મારા મનમાં એવું નથી કે એ આજે સંપૂર્ણતાએ શાસ્ત્રીય છે. પણ તમારા કાર્યમાં શાસ્ત્રીય પ્રયાગનાં લક્ષણ છે. અને એવા પ્રયેળને લગતી ધીરજ પણ તમારામાં છે. એક વસ્તુની ત્રુટી પહેલાં હું જોઈ ગયે હતો, પણ મેં' એમ માન્યું કે એ ત્રુટી તમે સમજપૂર્વક દૂર કરી છે, અથવા તમે જાણતા પણ ન હો એવી રીતે તમારી સત્યનિષ્ઠાને લીધે દૂર, થઈ ગઈ છે. એ રટી આ હતી : અધુરા કામથી સંતોષ માનીને તમે ટે અનુમાનો ઘટાવી લેતા હતા. એ હવે હું નથી જોતા. શાસ્ત્રીય પ્રયોગ કરનાર પેાતાનામાં અખૂટ શ્રદ્ધા હોવાથી કદી નિરાશ ન થાય. પણ તેની સાથે સાથે એનામાં એટલી બધી નમ્રતા હોય કે પોતાના કામથી એ સ તાપ ન માને અને. ઝટઝટ અનુમાન ન ખેંચે. પણ વખતોવખત ૨૩૪

Gandhi Heritage Portal

૨૩૪