પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તાગ કાઢવ્યા પછી નિશ્ચયપૂર્વક કહે કે આનું પરિણામ આ જ આવે. આવી શાસ્ત્રીય નમ્રતાનો અભાવ આપણામાં સર્વસાધારણ છે. એટલે તમારે વિષે હું જોઈ ગમે તે કાંઈ નવાઈની વાત નહોતી. માત્ર તમારામાં છેવટ સુધી જવાની શક્તિ છે એમ મેં માન્યું છે. તેથી એવી અપૂર્ણતા પણ તમારામાં ન હોય એવી તીવ્ર ઇરછાને લીધે ઘણાં વર્ષો પૂર્વે બહુ ધીમેથી તમારું ધ્યાન મેં એ તરફ ખેંચ્યું હતું. કાર્યસિદ્ધિને સારુ તમારે સાથી મેળવી લેવાની પહેલી આવશ્યક્તા છે. તમારી સાધના એવી છે કે ધીમે ધીમે મળી રહેશે. એ મેળવવાને સારુ એક ગુણની ઉપાસના આપણે કરવી જ પડે છે -સહિષ્ણુતા અને તેના પેટમાં રહેલી ઉદારતા. આપણે જે કાંઈ કરતા હોઈએ અથવા તો જે કાંઈ ઇચ્છતા હોઈ એ તે બધું સાથીઓ તેવી રીતે ન કરી શકે. પણ એ શુભ હેતુવાળા અને પ્રયત્નશીલ છે એવું લાગે ત્યાં લગી તેને નભાવવા. આમ ન કરીએ તે સાથીઓ વધે નહીં. કેટલાકને મળતા જ નથી. - “ હવે તમારા કાર્યને અંગે એક બીજી વસ્તુ પણ જરૂરની જોઉ” છું. બીજી પદ્ધતિઓથી જે કામ લેતા હોય તેમાંથી પણ શીખી લેવાની ઈચ્છા. શાસ્ત્રીય પ્રાણ એક જ રીતે સિદ્ધ થઈ શકે એમ માનવામાં બહુ ભૂલ થાય થાય છે. એવું ઘણા માને છે ખરા, પણ એમ માનવાથી એ પોતે બહુ ખુએ છે. આપણી વૃત્તિઓ એવી હોવી જોઈએ કે આપણે સારુ તો આપણે જેને સાચી અથવા પૂર્ણ માનીએ છીએ એ જ પદ્ધતિ બરાબર છે, પણ બીજા જે એની પૂર્ણતાને ન જોઈ શકે અથવા એમાં રહેલી અપૂર્ણતાને ઓળખી શકે તે અવશ્ય બીજી પદ્ધતિ પ્રમાણે બાકી કામ કરી શકે. આવી ભાવનાને કેળવવાથી આપણી ગ્રહણશક્તિ વધે છે.

  • તમે અત્યારે જે રીતે કામ કરી રહ્યા છો એ વિષે હું કાંઈ કહી શકુ તેમ નથી. એટલે કે તમારા કામ પ્રત્યે પક્ષપાત હોવાથી અહીંથી તે બધું રૂડું રૂડું લાગે છે. ત્યાં પ્રત્યક્ષ જોઉં તો સાવ સંભવિત છે કે મને અનેક વિચાર આવે અને એ તમારી પાસે મૂકી શકે. અહીં એકે તમારા કાર્યનું ચિત્ર બરાબર દોરી શકતા નથી. એટલે કાંઈ પણ સૂચના કરવામાં અવય જ લાગે.

ભાઈ જીવરામની સ્થિતિ જેઠાલાલના કરતાંય વધારે અસાધારણ છે. લાખ રૂપિયાનું દાન ૧૯૨૨માં કરેલું અને આખી મિલકત એમ લૂંટાવી દઈ કાકાનું વેર વહોરેલું. પછી વેપાર છેડ્યો, ભેખ લીધા, અને આજે ૫૦ ઉપરની ઉંમરે પોતાની પત્ની સાથે જઈને ત્યાં પડેલ છે. છગનલાલ ગાંધી જેવાને ત્યાંથી કંટાળીને માંદા પડીને પાછા ચાલ્યા આવવું પડયું ૨૩૫

Gandhi Heritage Portal

૨૩૫