પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

“દીકરીના હિસ્સા દીકરાના જેટલો જ હોવો જોઈએ.

  • જે દોલત પતિ કમાય તેમાં પતિપત્ની બંને સરખાં હકદાર છે. પતિ પત્નીની મદદથી જ કમાય છે. પછી ભલે પત્ની રાઈ જ કરતી હાય. તે દારસી નથી, ભાગીદારણ છે.

| ‘‘ જે પત્ની પ્રત્યે પતિ અન્યાયપૂર્વક વર્તતા હોય તેને તેનાથી છૂટી રહેવાને અધિકાર છે. | “ બાળકોના ઉપર બંનેનો સરખા હક છે. મેટાં થાય એટલે કાંઈ નહીં તે પત્ની નાલાયક હોય ત્યારે તેના હક ઊડી જાય, તેમ જ પતિ વિષે. “ ટૂંકામાં સ્ત્રીપુરુષ વચ્ચે જે ભેદો કુદરતે મૂકયા છે ને જે નરી આંખે જોઈ શકાય છે. એ સિવાયના કશા ભેદ મને માન્ય નથી. હવે આ વિષય ઉપર તારા એકેય સવાલ બાકી હોય તેમ મને નથી લાગતું. “નારણદાસને વિષે મારા પૂર્ણ વિશ્વાસ છે. તે કહે કે મને શાંતિ છે ત્યારે હું અશાંતિ માનવા તૈયાર નથી. મેં તેને ખૂબ ચેતવેલ છે. દૂર એકે હવે પજવણી નહીં કરું. નારણદાસમાં અનાસક્તિથી કામ કરવાની ભારે શક્તિ છે. અનાસક્ત હમેશાં આસક્ત કરતાં બહુ વધારે કામ કરે છે, ને નવરા જેવા લાગે છે, સૌથી છેલ્લે થાકે છે. ખરું જોતાં તેને થાક લાગવો જ ન જોઈ એ. પણ એ તે આદર્શ થયા. તું ત્યાં હાજર છે, એટલે તું જે અશાંતિ જોઈ જા, નારણદાસ પિતાને છેતરે છે એમ જોઈ જા, તો તારો ધમ મારા કરતાં નાખે થયે. તારે નારણદાસને ચેતવવા જ જોઈ એ. હું પણ ત્યાં હાઉ ને પ્રત્યક્ષ કહે તેથી જુદુ જ જોઉં તે ચેતવું. તારી ચેતવણી છતાં એ તારા વિરોધ કરે તો તારે તેનું કહેવું માનવું. જ્યાં સુધી તું તેને સત્યાગ્રહી ગણે છે ત્યાં સુધી. ઘણી વાર આપણી આંખ પણ આપણને છેતરે છે. હું તારે વિષે ખિન્નતા જોતો હોઉં પણ તું ઇન્કાર કરે તો મારે તારી વાત માનવી જ જોઈ એ. મારાથી તું તે છુપાવે એવો ભય મને હોય કે શક હોય તો જુદી વાત. તો પછી મારે તને પૂછવાપણું ન હાય. મારે જાણવાનાં બીજાં સાધન ઉપજાવતાં રહ્યાં. પણ આશ્રમ જીવન તે એમ જ ચાલે. સતય તે તેના મૂળમાં જ રહ્યું છે. ત્યાં શુભ હેતુથી પણ છેતરાય નહીં', “ ચાથી જુલાઈની રાહ જરૂર જોજો. કયા વર્ષની ચેથી જુલાઈ તે વચારવા જેવું રહેશે. વર્ષ ભલે ગમે તે હોય. મહિના ને તારીખના નિશ્ચય થાય એ પણ ગનીમત. બીજા કોઈ મહિનાની કે બીજી તારીખની તે રાહ ન જોવી રહી ? આ ચેથી જુલાઈ વીતે એટલે ૧૯૩૩ની જુલાઈ લગી શાંત રહેવું.” २४८

Gandhi Heritage Portal

૨૪૮