પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એમ છતાં ડાસા પિતાને ઘેર જવાની વાત ન કરે. કહે કે ધેર નથી જવું. મિસિસ તૈયબજીને અહી લાવો!”

  • પ્રાંતિક સ્વરાજ વિષે વધારે વાતા: બાપુ કહે: “ એ સ્વરાજમાંથી જ આખા દેશનું સ્વરાજ થઈ શકે. એ જ સાચું સ્વરાજ છે. નહીં તો પેલું કાંઈ સ્વરાજ નથી. આ લોકો તો જાણે છે કે ફેડરેશન આપવાથી કશું રાષ્ટ્રીય અર્થ થવાનું જ નથી એટલે એ કૅડરેશનની તેઓ વાત કરે છે. સપુ, શાસ્ત્રી, જયકર મુસલમાનથી ડરે છે; એટલે મજબૂત વડી સરકાર માગે છે. આપણું મજબૂત કેન્દ્ર પ્રાંતમાં જ. આપણું જ લશ્કર હોય, આપણી જરૂરિયાત પ્રમાણેનું, આપણે આપણી રીતે આખા વ્યવહાર ચલાવીએ. એનું પરિણામ એક આવે. દરેક પ્રાંત પોતપોતાની રીતે ખીલતા આખા દેશને ખીલવી મૂકે, અથવા તો લડી મરે. આજે તો કેન્દ્ર ફોલી ખાય છે. અને ફેડરેશન જે પ્રકારનું વિનીતે માગે છે અને આ લોકેા આપી રહ્યા છે તે એ પ્રાંતાને ખાઈ જનારું છે. એમાં તો વલ્લભભાઈના શબ્દમાં

મ્યુનિસિપલ સ્વરાજ છે. હું જે કહ્યું છું તે અમેરિકાનાં રાજાનું જે સ્વાતંત્ર્ય છે તેવું, સ્વિત્ઝર્લે ડનાં નગરરાજાનું જે સ્વાતંત્ર્ય છે તેવું. સંભવ છે કે આપણ કોંગ્રેસીઓ પણ ઘણા આ બાબતમાં મારી સાથે મળતા ન થાય. પણ તેથી શુ ? તેઓ પણ સમજશે. મજબૂત કેન્દ્રનું પરિણામ જોવું હોય તો કરીને આખા ઈતિહાસ જીઓની ? ૭પ કરોડ રૂપિયા તા સિક્કા બનાવવામાં જ ફાયદો થાય છે. તે રિઝર્વમાં લઈ ગયા અને તે ગળી જવામાં આવ્યા.” આ વખતે બાપુએ આશ્રમની ટપાલ આજે શનિવારે જ પૂરી કરી નાખી. આશ્રમના કાગળા પણ કાંઈક એાછા હતા. અને ૨૧--૨૨ બહારના કાગળો તો ઓછા થયા જ છે. સરકારનું કેવું અંધેર ચાલે છે તેના નમૂના આજે સુપરિન્ટેન્ડન્ટની પાસેથી જ મળ્યા. પસી બાર્ટલેટને (ટાગોરની અપીલના જવાબમાં) કાગળ બાપુએ મે મહિનામાં લખેલો, તે કાગળ સુપરિન્ટેન્ડન્ટે અગત્યની માનીને સરકારમાં મોકલેલે. ત્યાંથી હિંદ સરકાર પાસે ગયે, ત્યાંથી ઈન્ડિયા ઑફિસમાં ગયા અને આખરે આ મહિનામાં પસી બાટલેટને મેડા મેડા મળ્યા. એ કાગળ થેંકના આર્ચ બિશપ અને લિંડસે અને ચુંગ હબંડ અને મરેના કવરિંગ લેટર સાથે બહાર પડયો છે. એટલે એને વિષે ચર્ચા શરૂ થઈ. મુંબઈ સરકાર આજે જાગીને સુપરિન્ટેન્ડન્ટને ૨૫૩

Gandhi Heritage Portal

૨૫૩