પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૭૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મળવાને દોડી ન જાઉં. અને ઘણે ઠેકાણે કલકત્તાના લાંબા રસ્તામાં પણ પગપાળા જ જતો, તેની પાછળ ભક્તિભાવ હતો, પૈસા બચાવવા એ વૃત્તિ નહાતી, જોકે મારા સ્વભાવમાં હંમેશ એ વસ્તુ રહેલી તો છે જ.” કિશોરલાલભાઈને વાંચવા વિષે લખ્યું : “તમને કાંઈ ખાસ વાંચવાની ભલામણ કરવાની ઈચ્છા થતી નથી. હું એમ માનતો નથી કે તમે ઓછું વાંચ્યું છે. મારું પોતાનું વાચન સાથે વિચિત્ર ગણાય. અત્યારે હું ઉર્દૂ વાંચી રહ્યો છું. ચલણી નાણા વિષે મારું જ્ઞાન અક્ષતવ્ય છે, એટલે એમાં થોડા પ્રવેશ કરી રહ્યો છે. બન્નેની પાછળ સેવાભાવ રહેલા છે. અને એ ભાવને વશ થઈને મરણુકિનારે બેઠા ગણાઉં' છતાં તામિલનું જ્ઞાન અધૂરું રહ્યું છે, એ ઠીકઠીક મેળવી લેવાનો લાભ રહે જ છે અને એ જ દૃષ્ટિએ બંગાળી તથા મરાઠી; કેમ કે એને પણ આરંભ કરી ચૂકયો હતો. અને જો અહીયાં ઠીકઠીક કાળ જશે તો એ અભ્યાસમાં ઝંપલાવ્યું તો મને નવાઈ નહી થાય. એવી કઈ દિશામાં તમારું મન કામ કરતું હોય અને કાઈ નવી ભાષામાં પ્રવેશ કરવાની ઈચ્છા હોય તો જરૂર કરો. આશ્રમ સ્થાપ્યું ત્યારે જ ભાષાઓ વિષે આપણી એવા પ્રકારની અભિલાષા તો હતી જ, મારે વિષે એ મુદ્દલ માળી પડી નથી. પણ હું તમને આ લાલચમાં ફસાવવા ઈચ્છતો નથી. આપણે બધાને વિષે હું તો એક જ વસ્તુની આવશ્યકતા જોઈ રહ્યો છું તે એ કે આપણે જે કાંઈ વાંચ્યું છે તે વિચારીએ, હજામ કરીએ, અને તેને આપણા જીવનનું એક અંગ બનાવી દઈએ. આ દષ્ટિએ તે મેં . . .ને ત્યાં સુધી સલાહ આપી છે કે તેણે ગીતાભ્યાસ, રાયચંદભાઈનાં ભાષણો વગેરે બધું છોડી દેવું. અને માત્ર પોતાના કામમાં ગૂંથાઈ જઈ તેના જ વિચાર કર્યા કરવા. કેમ કે હું એમ જોઈ ગયો કે તેણે ‘ અનાસક્તિયેાગ 'માંથી અને રાયચંદુભાઈના લેખામાંથી ઘણું ગોખી કાઢયું છે પણ એ બધાને સવળા ઉપયોગ જ તેનાથી થઈ શકતો નથી. તેનું હૃદય સાફ છે એવી મારી માન્યતા છે, પણ તેની બુદ્ધિ તેને પછાડત્યાં જ કરે છે. અનેક પ્રકારના તર્કવિતર્ક કરે છે અને અંતે ધૂળની ધૂળ રહી જાય છે. મારું લખ્યું એને સોંસરવું ઊતરી ગયું લાગે છે અને તેનું મન હળવું થયું છે. આ સલાહનું છેવટે પરિણામ ગમે તે થાઓ પણ એની પાછળ જે વિચારશ્રેણી છે તે સાવ બરાબર છે, એમ ધુણા અનુભવથી મને સ્પષ્ટ થયું છે. એટલે તમારા જેવાને ધાર્મિક વાચનની ભલામણ કરવાનું મને સહેજે સૂઝે નહીં.” આકાશદર્શન વિષે : મારે સારુ એ અશ્વિરદર્શનનું એક દ્વાર થઈ પડયું. અહીં આ વખતે એકાએક એમ થઈ આવ્યું કે આકાશદર્શન એ તો એક ભારે સત્સંગ છે. તારા પણ આપણી સાથે મૂંગી વાત કર્યા કરે છે.”

Gandhi Heritage Portal

૨૬૭