પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૭૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઉપયોગ કરશે તેમ તેમ તમારી શાંતિ વધશે. વાંચેલાની અદષ્ટ અસર આશ્ચર્યકારક થશે. કેમ જાણે કંઈ પૂર્વે વાંચ્યું જ ન હોય એવી રીતે તમે રહેજો. જેટલું પચ્યું ને જયુ હશે તેટલું એની મેળે કાર્યરૂપે ઊગી નીકળશે. ” in છગનલાલ જોષીને લખેલા કાગળમાં ‘પચવું” અને “ જરવું’ એ એ શબ્દોના ભેદ બતાવ્યા હતા. * પચે તે બધુંય રૂધિર આદિમાં પલટાતું નથી, જ્યારે જરે તે બધું શરીરને બાંધનારાં અનેક તામાં પલટાઈ જાય છે. તેમ જ વાંચેલું જરવું જોઈએ, જેમ ખાતર એ વૃક્ષને જરે છે અને પરિણામે ળ નીપજે છે તેમ.” દૂધીબહેનને : ** તમારાથી જેટલું કરાય તેટલું કરવું. મારાથી દબાઈ ને કે શરમાઈને કંઈ જ ન કરવું. મને જે ધર્મ સૂઝથો તે મેં બતાવ્યો. પણ તેનું પાલન તો શક્તિ પ્રમાણે જ થાય. વળી હું ઈરછું એ ન થાય તેથી દુ:ખી થવાપણું નથી. તમે દુ:ખી થાઓ તો ધમ બતાવતાં મારે સંકોચાવું પડે. ” . . .ના તા દર અઠવાડિયે પ્રશ્નો હોય જ. સવાલ : બંધાયેલા કાણુ ? જ જે “ હું ' ને માને છે (૨) મુક્તિ એટલે શું? જ રાગદ્વેષાદિથી છૂટવું તે. (૩) નરક એ શું છે ? જ અસત્ય. (૪) મુક્તિ મેળવનાર કઈ વસ્તુ છે ? જ અહિંસા. (૫) મુક્ત દશા કઈ ? જ૦ રાગદ્વેષાદિના સર્વદા અભાવ. (૬ ) નરકનું પ્રધાન દ્વાર ? જ અસત્ય આચાર. (૭) સવાલ ભૂલી ગયા – એને જવાબ પણ અહિંસા છે. - પ્રેમાબહેનના કાગળમાં વ્યક્તિ કે સંસ્થા છોડવાનો સિદ્ધાન્ત દર્શાવ્યા. જેના સંગમાં-વ્યક્તિ, સમાજ કે સંસ્થામાં – અપૂર્ણતા લાગે ત્યાં પૂર્ણતા લાવવાના પ્રયત્ન કરવાના આપણે ધર્મ છે. જે ગુણ કરતાં દોષ વધી જતા હોય તો તેને ત્યાગ – અસહાગ — ધમ છે. આ શાશ્વત સિદ્ધાન્ત છે. બાપુ સત્ય એ જ ઈશ્વર છે એમ કહે છે. આજે ટૅમસ એ કેમ્પિસમાં આ ઉદ્દગાર વાંચવામાં આવ્યા : ૪-૭-'રૂ ૨ "O Truth! My God! Make me one with Thee in everlasting Charity. I am often times wearied with reading and hearing many things. In Thee is all I wish or long for. Let all teachers hold their peace, and all created things keep silence in Thy presence. Do Thou alone speak to me." | “ હું સત્ય ! મારા ઈશ્વર ! શાશ્વત દયોમાં મને તારી સાથે ભેળવી દે. હું ઘણી વાર બહુ બહુ વસ્તુઓ વાંચીને અને સાંભળીને કંટાળી જાઉં २७१

Gandhi Heritage Portal

૨૭૧