પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૮૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રાર્થનામાં જતા સમય વિષે પંડિતજીને લખ્યું: ‘ એને દ્વેષ કે કંટાળા ન હોવા જોઈએ. ઇસ્લામમાં પાંચ વાર નમાઝ છે. દરેક નમાઝ કંઈ નહીં તો પંદર મિનિટ લે. ભણવાનું એનું એ જ. ખ્રિસ્તી પ્રાર્થનામાં એક વસ્તુ કાયમની છે જ. એ પણ પ્રત્યેક વેળા પંદર મિનિટ લેશે જ. રામન કૅથલિક સંપ્રદાયમાં ને અંગ્રેજી પ્રચલિત ગિરજામાં અર્ધા કલાકથી કંઈ ઓછું નથી હોતું. અને તે સવારસાંજ બપોર, એમ ચાલે છે. ભક્તને તે વસમું નથી લાગતું. છેવટમાં આપણે ક્રમ ફેરવવાનો આપણને કેાઈ ને અધિકાર નથી રહ્યો. કેમ કે બધા અધૂરા છીએ અને ક્રમ ઉપર આપણે બહુ ચર્ચા કરી લીધી છે. તેમાં આપણે રસ ઉપજાવી રહ્યો છે. તેમાંથી ઈશ્વરનો સાક્ષાતકાર ઉપજાવવા છે. તેમાંથી રાજનું ભાથુ ગઢવવું છે. ફેરફારનો વિચાર છેડીને, છે તેને શણગારીએ ને તેમાં પ્રાણ રેડીએ. આમ મને તો જેમ વિચારું છું તેમ લાગ્યાં કરે છે. ” પરશુરામને લાંબા કાગળમાં લખ્યું : ** હિંદીપ્રચાર ખાતે જીવન અપવાનો વિચાર કરે તે મને ગમે. 6* રામાયણમાંથી જુદી જુદી પ્રકૃતિના માણસે. જુદી શ્રેણીનાં બાળકો અથવા મનુને ધ્યાનમાં રાખીને પણ જુદા જુદા માણસે જુદી જુદી ચૂંટણી કરે.” મથુરાદાસને લાખો કાગળ લખ્યા. તેમાં વિલાયતમાં બાદશાહી ઘેર ગયા હતા ત્યારે ઈરાદાપૂર્વક સાથે લઈ ગયેલ ઊનની કામળા’ ના કિસ્સા કહ્યો. “ હિંદુસ્તાનમાં ખાદીપ્રેમ વ્યાપક નથી થયું. બીજા શબ્દમાં કહું તો દરિદ્રનારાયણની ભક્તિ વ્યાપક નથી થઈ. અથવા એ ભક્ત જ્યાં છે ત્યાં એ ભક્તિ એ ખાદીના સીધા અને સરળ માર્ગ છે એ અજ્ઞાનવશ રહેલા ભક્તોની પાસે સિદ્ધ નથી થયું. સૂતરની જાત સુધારવા પુસ્તક જરૂર લખજો, પણ તેમાં એક પણ વાક્ય એવું ન લખતા કે જે તમે અનુભવથી સિદ્ધ ન કર્યું હોય. વળી તમારા એકલાના અનુભવ ઉપરથી સિદ્ધાન્ત ન રચતા. બીજાને પણ એ જ અનુભવ થવા જોઈ એ. એમ ન કરી શકયા હો તો પુસ્તકને રોકી રાખો . હું તો ખૂબ જોઈ રહ્યો છું કે જેને અનુભવના આધાર નથી એવાં પુસ્તકો લગભગ કિમત વિનાનાં છે, જેમ કાઈ આજે ચરકને તરજુમા કરીને આપણી પાસે મૂકે તો તેને કંઈ જ અર્થ ન હોય તેમ. કેમ કે તેણે વ વલી વનસ્પતિમાંની ધુણી આપણને આજે જડતી નથી; જે જડે છે તેના વર્ણવેલા ગુણ આપણે સિદ્ધ કરી શકતા નથી. એટલા સારુ સૌથી વધારે અગત્યનું તે એ છે કે તમે પોતે ૨૮૧

Gandhi Heritage Portal

૨૮૧