પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સમજથી ચાલ્યા કરે છે. તેને લખ્યું : ** આપણી પ્રાર્થનાના પહેલા શ્લેક મને પણ ખટકતો હતો. પણ ઊડે ઊતરતાં જોયું કે સમજપૂર્વક તે બ્લેકનું રટણ વાસ્તવિક છે. આપણી બુદ્ધિ તો જરૂર કહે છે કે આપણે આ માટીનું પૂતળું નથી જ, પણ આપણે તેમાં રહેલા સાક્ષી છીએ. એ સાક્ષીનું વર્ણન પ્લેકામાં છે. અને પછી ઉપાસક પ્રતિજ્ઞા કરે છે : “ હું તે સાક્ષી –બ્રહ્મ છું.' આવી પ્રતિજ્ઞા એવા મનુષ્યો જ કરી શકે કે જે તેવા થવાના રોજ પ્રયત્ન કરતા હાય ને માટીના પિંડનો સંબંધ માળા કરતા હોય. મૂછ, ભય, રાગદ્વેષ આવે તેને બદલે પ્રત્યેક સમયે તે બ્રહ્મના ગુણ યાદ કરીને રાગદેષાદિ રહિત રહેવાના પ્રયત્ન કરે. આમ કરતાં કરતાં જેનું ચિંતવન મનુષ્ય કરે તેવા છેવટે થઈ જાય. એટલે નમ્રપણે પણ દઢતાપૂર્વક આપણે રાજ ભલે એ શ્લોક યાદ કરીએ ને પ્રત્યેક કાર્યમાં તે પ્રતિજ્ઞાને સાક્ષીરૂપે સમજીએ.” એક બીજું કાગળમાં : * એક એવો વર્ગ છે કે જેમાં આપણે ઘણા માણસો આવી જઈ એ છીએ. તે વાંચ વાંચ કરીને વિચાર કરવાની શક્તિ રૂંધી નાખે છે. તેઓને સારુ તે વાંચવાનું બંધ કરીને તેનું જે પૂર્વે વાંચેલું હોય તેમાંથી વિચાર કરવાનું સૂચવવું જોઈએ.” a કનૈયાલાલને લખ્યું : “ પરમાત્માને અર્થ સત્ય કરવામાં આવે તો પ્રત્યક્ષ દશ ન શકયુ છે. ધ્રુવાદિને દર્શન થવાની વાત અક્ષરશ: લેવી ચેાગ્ય નથી. કવિઓએ જે વર્ણન આપ્યું છે તે એક પ્રકારનું રૂપક છે.” “મન વચન કાયાથી સત્ય આચરણ શાશ્વત ઉત્તમ યજ્ઞ છે. એનું આજે મૂર્તસ્વરૂપ પારમાર્થિક વૃત્તિથી ચરખા ચલાવવા એ છે.” * ધર્મને સારો ઉપાય દરેક રીતે યમનિયમનું પાલન.” છગનલાલ જોષીને લખ્યું : “ ૨૧મીએ મળવાનું રામજીની ઈચછા હશે તો થશે. માણસનું ધાયુ' કયાં હમેશાં ચાલે છે ? જુએ પાપા મરણપથારીએ હતી, તે ઊઠી. તેના પતિ વરદાચારી સાજેતાજો હતો તે થોડા જ દિવસની બીમારીમાં ચાલ્યો ગયો ને રાજાને સારુ વિધવા બળા મૂકી ગયેા. પાપા રાજાજીની માનીતી દીકરી. એ તો ભુંડ છે એટલે સહન કરશે. હૃદય લગી જ્ઞાન ઊતર્યું હશે તે સહન કરવાપણું નહીં લાગે. કેમ કે સમજનારને જન્મમૃત્યુ સરખાં છે. આવી અનિશ્ચિતતાને દાખલ તાજો નજર આગળ છે. એટલે રામજીને આગળ રાખ્યા છે. ૨૧મીએ મળવાનું આપણું ઇરછવું તેની ઈચ્છાને અનુકુળ હશે તો મળશું અને નહીં તોયે વાહવાહ ! ” ગંગાબહેનને : “ કાગળના ગેટાળા છે, તેમાંયે વખત જાય. આમ કેદી હાવાના અનુભવો અવારનવાર થયાં કરે છે, થવા જોઈએ. ગીતાબાધના ૨ ૮૪

Gandhi Heritage Portal

૨૮૪