આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમારા કાગળની અમે આશા રાખી જ હતી. જન્મે એટલા ક્યાંય જીવતા જ નથી. વળી હવા બગડે ત્યારે મૃત્યુસંખ્યા વધે છે. તેથી તમે લખી છે તેનું મને આશ્ચર્ય નશ્રી. મૃત્યુસંખ્યા વધી નથી એ આશ્ચર્ય અને આનંદ અને મરણનો ખેદ શાને ? મરવા લાયકનું મરણ આવકાર - લાયક હોય. વળી મરે છે તે ફરી જન્મવાને જ ના ? એટલે ખેદનું ક્યાંયે કારણ જ નથી. એકાકી રહેવાની કળા જેણે નથી સાધી તે બહારના ફેરફારોથી અશાંત થાય. પણ સત્યનારાયણને તો જે એકલા ઊભવાલાયક હોય તે જ પામે.”

એક બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનારી બાલિકાને લખે છે :

" બ્રહ્મચર્ય પાલનમેં સબસે બડી ચીજ ભ્રાતૃભાવનાકા સાક્ષાત્કાર કરના હૈ. હમ સબ એક પિતાકે લડકે-લડકિયાં હૈ. ઉનમે વિવાહ કૈસે ? ખાના કેવલ ઔષધરૂપ, સ્વાદકે લિયે નફી'. મનકો ઔર શરીરકો સેવાકાર્યમેં રોકે રખના. સત્યનારાયણકા મનન કરના. બાલ કટનેકા ધર્મ સ્પષ્ટ હો જાય તો લોકલજજા છોડકર કટવાના. ઈશ્વરભક્તિકે લિયે નિત્ય સેવામે લીન રહેના..

મનોવિકાર હમારે સચ્ચે શત્રુ હૈં સમજકર નિત્ય યુદ્ધ કરના. યહી યુદ્ધકા મહાભારતમે' વર્ણન હૈ."

લોઝાનમાં God is Truth ( ઈશ્વર સત્ય છે ) અને Truth is God ( સત્ય ઈશ્વર છે) ઉપર જે પ્રવચન કર્યું હતું તે જ વસ્તુનો બાળકો ઉપરના કાગળમાં સરસ રીતે ઉલેખ્યું છે : . " ઈશ્વરની મારી વ્યાખ્યાનું સ્મરણ છે કે ? ઈશ્વર સત્ય છે એમ કહેવાને બદલે હું સત્ય ઈશ્વર છે એમ કહું છું. આમ હમેશાં મને સૂઝ્યું નથી. સૂઝ તો ચારેક વર્ષ પહેલ્લાં જ પડી. પણ મારુ વર્તન અજાણપણે એવી રીતે થયેલું છે. ઈશ્વરને મેં તો સત્યરૂપે જ એાળખ્યા છે. એક સમય એવો હતો જ્યારે ઈશ્વરની હસ્તી વિષે શંકા હતી. પણ સત્યની હસ્તી વિષે તો નહોતી જ. આ સત્ય કેવળ જડ ગુણ નહીં પણ શુદ્ધ ચૈતન્યમય છે. તે જ રાજ્ય ચલાવે છે તેથી ઈશ્વર છે. આ વિચારની ગડ બેઠી હોય તો તમારા બીજા પ્રશ્નનો જવાબ એમાં જ આવી જાય છે. પણ ગૂંચવણ હોય તો પૂછજો. મારે સારુ તો આ અનુભવગમ્ય જેવું છે ! ' જેવું ' કહું છું કેમ કે સત્યદેવનો સાક્ષાતકાર નથી કર્યો. ઝાંખીમાત્ર થઈ છે. શ્રદ્ધા અડગ છે."

* **

ઑસ્ટ્રેલિયન પ્રીમિયરને ડુબાડવાનું કાવતરું એક Imperialist conspiracy ( સામ્રાજ્યવાદી ષડ્યંત્ર ) છે એમ આજની ખબરો ઉપરથી

૨૭