પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૯૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કારકુનને કામ સોંપ્યું હશે, તે જે તદ્દન નિર્દોષ કાગળો લાગે તે પહેલાં મોકલી દે અને બાકીના ઉપરી અધિકારીને જોવાને માટે રાખે. મે કહ્યું ઃ વલ્લભભાઈ ભાગ્યે જ સરકારનાં કાનો આવા ઉદાર અર્થ કરે છે.” . બાપુ: “હમણાં સંસ્કૃતના અભ્યાસ કરવા માંડ્યો છે ને?” "There is nothing that so defileth and entangleth the heart of man as an impure attachment to created things. If thou wilt refuse, exterior consolations, then shalt thou be able to apply thy mind to heavenly things and experience frequent interior joy. ' <દુન્યવી વસ્તુઓ પ્રત્યેની અપવિત્ર આસક્તિના જેવી કલુષિત કરનારી અને મોહજાળમાં બાંધનારી બીજી કોઈ વસ્તુ નથી. બહારની તૃમિનાર ઇનકાર કરતાં તું શીખીશ તે જ તારા ચિત્તને દિવ્ય વસ્તુઓ પ્રત્યે વાળી શકીશ અને આંતરિક આનંદનો અનુભવ કરી શકીશ.” આજે બાપુ કહે: “ એ સંભવ છે કે હવે ૨૪-૭-૩૨ આ લોકો કાંઈ નહીં તો કાંઈક બહાને બલ સુધી પહોંચવાના જ નથી, અને એમ કહીને બેસી જશે કે જાઓ તમને કાંઈ ન જોઈતું હોય તો અમારે કશું નથી આપવું.” પેલી નકામી ટપાલમાં પંજાબના એક . . . ખાનના કાગળ હતા કે તમે રાજકારણમાં ન સમજો, એ આગાખાન અને શાસ્ત્રી સમ્ર જેવાને સેપે અને તમે હિમાલય જાએ, અને તમારી ભૂલ કબૂલ કરો. એને બાપુએ પોતાને હાથે લખ્યું: “Dear friend, "I thank you for your admonition. You do not expect me to argue with you. I fear that as a prisoner, I would not be permitted to enter into argument over political affairs. But I may tell you that deep thinking in the solitude of a jail has not induced a change in my outlook." * પ્રિય મિત્ર, | * તમારી ચેતવણી માટે આભાર. તમારી સાથે હું દલીલમાં ઊતરું એવી માશા તમે નહીં રાખતા હો. કેદી તરીકે રાજદ્વારી બાબતોની ચર્ચા કરવાની १. ये तु संस्पर्शजा दोषा दुःखयोनय मेव ते । २. यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । ૨૮૯

Gandhi Heritage Portal

૨૮૯