પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

« એશિયાવાસીની આ જગતને જોવાની રીતમાંથી જ કોઈ પણ વસ્તુને ઇનકાર નહી' કરતા એવા વ્યાપક ધમ નો અને વ્યાપક ફિલસૂફીના ઉદય થઈ શકે છે. એમાંથી જ સંપૂણ સામાજિક તંત્ર એક સિદ્ધાંત તરીકે શકય બને છે. જગત પ્રત્યે એશિયાવાસીના જેવી લાગણીવાળા માણસ જ તેના ઊંચામાં ઊંચા અર્થમાં સુરચિવાળા હોઈ શકે. પ્રમાણનું સ્પષ્ટ જ્ઞાન એ વિના સુરુચિ એ બીજું શું છે ? જપાનમાં જેની આંખે કેળવાઈ છે તે યુરોપમાં ભાગ્યે જ પોતાની આંખ ઉઘાડવા ઈચ્છશે. બધું વધારે પડતું ભરી નાખવાની આપણી ટેવ કેટલી જંગલી છે ? વસ્તુના ખરા સ્થાનૅ આપણે વસ્તુને મુકાયેલી ભાગ્યે જ જોઈ એ છીએ. આપણાં ચિત્રો કેટલાં જ્યાં ત્યાં ઘુસાડી દીધેલાં હોય છે ? અને યુરોપવાસીને ભાગ્યે જ એ ખ્યાલમાં હોય છે કે એારડી માણસ માટે છે, માણસ એારડીને માટે નહીં. પદ્દાને અથવા ચિત્રને ઉત્તમ રીતે ગોઠવવું એ જેટલું મહત્ત્વનું છે તે કરતાં પોતે જાતે ઉત્તમ રીતે ગાડવાવું એ વધારે મહત્ત્વનું છે. . . . જપાનીઝ મંદિરની ખૂબી તેના આસપાસના વાતાવરણમાં છે. તેનાં પરિવેષ્ટનાથી તેને છૂટું પાડી જ નહીં શકાય. . . . એ વસ્તુ ધ્યાન ખેંચે એવી છે કે જપાની યુરોપિયન પહેરવેશ અને રીતભાત ધારણ કરવા લાગે કે તરત પોતાની સુરુચિ ખોઈ બેસે છે.' જ આ મંદિરની ખેચે એ માણસને પૂર્વના ધર્મગ્ર થાને અભ્યાસ સરસ લાગે છે. ગીતા ઉપનિષદનાં જેટલાં ટાંચણા છે તે બધાં બરાબર છે અને સ્મૃતિમાંથી ટાંકયાં હોય એમ લાગે છે. લાઓસનો એક વિચાર બહુ સુંદર છે : "Heaven is eternal and the earth enduring. The Cause of the eternal duration of heaven and earth is That they do not live unto themselves. Therefore they can give life continuously."

    • સ્વગ શાશ્વત છે અને પૃથ્વી પણ સનાતન છે. સ્વર્ગ અને પૃથ્વીની શાશ્વત હસ્તીનું કારણ એ છે કે તેઓ બન્નેની હસ્તી પોતાને માટે નથી. તેથી જ તેઓ સતત જીવન આપ્યાં કરે છે.'

ઈશુ અને બુદ્ધ કેમ અમર છે એ સરસ રીતે મૂક્યું છે: "Most people are really dead before their death, that is to say, they cease to be the bearers of conciousness no matter whether they continue to exist objectively; there are only a few who continue beyond a limited period. If, however, ૧૨

Gandhi Heritage Portal

૩૧૨