પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૧૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અને પ્રલયકારી વિપ્લવા જ નીપજે છે. કુદરતનો સ્વ-નિયંત્રિત ક્રમ બદલાઈ જાય છે અને મૂખંતાનો વિજય થાય છે. ગેારા લોકેાએ ઘણી ઘણી દિશામાં આ જ રીતે નખેદ વાળ્યું છે. કોઈ પણ પ્રાણીની હિંસા કરવી એ બૂરાઈ જ છે. હિંસાનું એકેએક કન્ય ન્યાયને ફટકા મારે છે. કોઈને તમે ગમે તેવી કાયદેસર સજા કરી તાપણ નીતિની ભાવનાને તે તે કાઈ ને કઈ રીતે આઘાત પહોંચાડે જ છે. આ બધું છતાં અનિષ્ટમાંથી સારાં પરિણામ આવી શકે એમ માનવાનું શક્ય છે. નાની નાની બાબતમાં જ નહીં પણ. મોટા પ્રમાણમાં પણ. ઈતિહાસમાં આપણે જોઈએ છીએ કે બહુ હિંસક જાતિઓ પણ બહુ ઊંચી નીતિની દૃષ્ટિએ સંસ્કારી પ્રજાએ તરીકે બહાર .આવી છે. શારીરિક બળ નતિક પાયા ઉપર જ ટકી શકે છે. હિંમત વિના એકલું બળ કશું નથી કરી શકતું. અને ભાગ આપવાની તૈયારી વિના, શિસ્ત અને સંગઠન અને હિંમતથી પણ કાંઈ વળતું નથી.” અમેરિકન ડેમોક્રસીનું એક વાકચમાં સારું ચિત્ર આપ્યું છે : "The universal franchise has recalled to life the right of physical might in a refined form; through playing upon moods and instincts, through suggestion and the mechanical result of clever intrigues, it is now being decided who is to govern, and this method of arriving at a decision differs from the method of the days of robber knights, precisely as seduction differs from violation." “ સાર્વત્રિક મતાધિકારથી બળિયાના બે ભાગનો નિયમ:સંરકારી રૂપમાં સજીવન થયેલા જોવામાં આવે છે. લાકેાના આવેગે અને વલણોને લાભ લઈને તથા સૂચનાથી અને ચાલાકીભરેલા કાવાદાવાથી, કાના હાથમાં સત્તા આવવાની તે નકકી કરવામાં આવે છે. બળાકારમાં અને ફોસલાવવામાં જેટલો તફાવત છે એટલે જ તફાવત લૂંટારા સરદારની સત્તામાં અને આ રીતે મેળવેલી સત્તામાં છે.” e આખું પુસ્તક વિચારને ધકકા આપનારું ( thought compelling) છે. અને જેટલી નિરાંતથી લખાયેલું છે તેટલી નિરાંતથી વંચાવું અને વિચારવું જોઈએ. હાર્નિમૅનતા આજે અર્વિન ઉપર લેખ છે. એને એણે ચાલાક તકસાધુ તરીકે વર્ણવ્યા છે. "Agile opportunist who endeavours to cover his inconsistencies and change of principle and policy with a thick ૩૧૫.

Gandhi Heritage Portal

૩૧૫