પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અનુકુલ મૂર્તિ દેખેગા. જે જૈસે ભજતા હૈ વૈસે ઈશ્વરકે દેખતા હૈ. હિંદુ સભ્યતામે જે પૈદા હુઆ હૈ ઔર ઉસીકી શિક્ષા જિસને પાઈ હૈ વહ ગ્યારહાઁ અધ્યાય પઢતે હુએ થકેગા નહીં, ઔર ઉસમેં અગર ભક્તિકી માત્રા હોગી તો ઉસમેં જેસા વણ ન હું વિસા હી વિરાટરૂ પદર્શન કરેગા. પરંતુ એસી કાઈ મૂર્તિ જગતમેં ઉસકી ક૯પનાકે બહર નહીં હૈ. બ્રહ્મ, આમા, વાસુદેવ જે કુછ ભી વિશેષણ " -- કે લયે હમ ઇસ્તેમાલ કરે નિરાકાર હી હૈ. ભક્તકે લિયે વહ આકારરૂપ બનતી હૈ. યહ ઉસ શક્તિકી માયા હૈ, યહી કા હૈ. હમ ઉસકા નિચોડ એક હી ખીંચ સકતે હૈ જો આપને ખીંચા હૈ. ડાકુ મેં ભી હમકે વાસુદેવકા રૂપ દેખના હોગા. ઔર હમારેમેં વહ શક્તિ આ જાગી તો ડાકુ ડાકુપન છેડ દેગા. ઔર જબતક હમારે મેં યહ શકિત નહીં આપી તબતક હમારા સબ અભ્યાસ આર સબ જ્ઞાન નિરર્થક હી હૈ. આપને વિશ્વરૂપદર્શન પર જો લિખા હૈ ઉસકે બારેમે ઉત્તર નહી મગા હૈ. મને દિયા હૈ કાંકિ મેં ભી વૈસે વિચારીએ ચરસ્ત રહતા હું. ઔર આપકે સાથ પત્ર દ્વારા ઐસે વાર્તાલાપ કરનેસે મુઝકા આનંદ હોતા હૈ.” આજકાલની મનોદશા બતાવવા માટે પણ આ પત્ર બહુ ઉપયેાગી છે. નારણદાસભાઈને લખ્યું હતું કે “ પ્રાર્થના વિષે મને આજકાલ બહુ વિચાર આવે છે.” એ પણ આ સાથે જ વાંચવાનું છે. આ પત્રના પછીના ભાગમાં વૈદિક મંત્રો સમજવાની કોઈ કૂચી માટે એમણે સાતવળેકરને લખ્યું છે : * અનેકના અનેક અર્થો, સનાતનીઓમાં પણ મતભેદ, સમાજિસ્ટમાં પણ મતભેદ, યુરોપિયન વિદ્વાનોમાં પણ મતભેદ, એટલે ગભરાટ છૂટે છે. ઉપનિષદને વિષે પણ એમ જ.” પછી લખે છે : “ ઈ શાપનિષદ માટે કરવા માંડયું છે. એના અનેક અર્થો જોયા પછી મેં મારે માટે અમુક અર્થ બનાવી લીધા છે. પણ સંસ્કૃત ભાષાનું અપ જ્ઞાન હોવાને કારણે આ અર્થ બનાવવા એ દુષ્ટતા લાગે છે. મારા જેવા માણસ વૈદિક મંત્રોનો અર્થનિર્ણય શી રીતે કરે ? વળી સદ્ભાગ્યદુર્ભાગ્યે સંસ્કૃતનું એટલું જ્ઞાન છે ખરું કે અનેક અર્થોમાંથી એક અર્થ પસંદ કરવાની શક્તિ છે. આત્મસંતોષને માટે તો ગીતાજી પૂરતી છે. પણ વેદમાં ચંચુપાત કરા મને પ્રિય છે. માટે કાંઈ સૂચના કરી શકે તો કરો.” નારણદાસભાઈના કાગળ આવ્યા. આશ્રમમાં એ અડવાડિયાં થયાં ટપાલ જ નથી મળી. બાળકા બાપડાં લખતાં બંધ થઈ ૨૦–૭–'રૂર ગયાં છે. બાપુ કહે : “ એટલા કાગળની કાપલીઓ મારફતે એમને કેળવણી મળી રહી હતી તેયે અટકી.” ૩૧૭.

Gandhi Heritage Portal

૩૧૭