પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

loving terms. But you have lived long enough in the Ashram to realize, especially on such occasions, that God has the right to take away from us what He gives us. You know what we believe. Our belief is that everyone of us comes to this world as a debtor and we leave when the debt is for the time being discharged. The child has paid the debt and is free. You and Lalita and all the rest of us have still to discharge our obligations." “ તમારું અને લલિતાનું દુ:ખ હું સમજી શકું છું. એ બાળક વિષે પ્રેમળ શબ્દોમાં લલિતા મને ધણી વાર લખતી. તમે તો આશ્રમમાં ઠીક ઠીક સમય રહ્યા છે. એટલે એટલું તો સમજી જ શકા, ખાસ કરીને આવે પ્રસગે, કે ઈશ્વરે આપણને જે આપ્યું છે તે લઈ લેવાને તેને અધિકાર છે. આપણે શું માનીએ છીએ તે પણ તમે જાણો છે. આપણે સૌ દેણદાર તરીકે આ દુનિયામાં આવ્યા છીએ અને આપણું દેવું પૂરું થાય એટલે ચાલ્યા જઈએ છીએ. બાળકીનું દેવું પૂરું થયું અને એ મુક્ત થઈ. તમારે, લલિતાએ અને આપણે સૌએ હજી આપણાં દેવાં ભરપાઈ કરવાનાં છે.” આ વખતે મને મુલાકાત ન આપી તેના બદલામાં મને રામદાસ કે મેહનલાલને મળવા દે એવી વિનંતી કરી તો કહે: ૨૭-૭-' રૂ ૨ “ આ યાર્ડમાંથી બીજા યાર્ડમાં ન જવા દઉં' તે બીજા વર્ગના કેદીની સાથે મુલાકાત તો શેની જ !” મેં કહ્યું સાબરમતીમાં અમે મળી શકતા હતા. એને આશ્ચર્ય થયું. વલભભાઈ એ તરત જ પ્રહાર કર્યો : “ એ હશે, પણ આ જેલ તો સરકારના વડા મથકની પાસે આવેલી ખરીના !' આશ્રમની ટપાલ કાલે ન આવી. વળી કાંઈ ચકકરે ચડી હોય એમલાગે છે. બાયરનનું 'પ્રિઝનર ઑફ શિલાન” વાંચી જવાનું મન થાય છે, પણ કન્યાંથી મળે ? એના આરંભનું ગંભીર સાધન ફરી ફરી વાર વાંચીને યાદ કરી નાખ્યું. • | વલભભાઈને સંસ્કૃત શીખવવામાં બહુ ગમ્મત આવે છે. “ વાસસિ ' કેમ વાપર્યું” અને “ વસ્ત્રાઉન’ કેમ નહીં ? એક વચન, દ્વિવચન અને અશ્વચન એ શું અને સ્વર કોને કહેવાય અને વ્યંજન ને કહેવાય, કદત કોને કહેવાય વગેરે પ્રાથમિક સવાલ બાલાચિત નિર્દોષતાથી પૂછે, અને નવા શબ્દો શીખે અને શીખે તે પ્રયાગ કરે. આ તમને ન શોભે, એને માટે ૩૩ ૦

Gandhi Heritage Portal

૩૩૦