પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૫૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એ જ મારું કહેવાનું છે. એટલે એમાં શુદ્ધભાવે લડવાપણું નથી રહેતું.” બાપુ કહે : ૪ ગમે તે હોય એને આજે બ્રાહ્મણ તરીકે રહેવાની ઈચ્છા થાય, અને નિયમ તરીકે તમે એને આપી શકતા હો તે આપવાને તમારા ધર્મ છે.” પેલા કહે : “ ના, મને આપવાનો અધિકાર નથી, મારે આઈ. જી. પી. ને પુછાવવું જોઈએ; એની મંજૂરી વિના ન જ અપાય.” બાપુ કહે : “ પણ આ યુવકેાનું કહેવું છે કે નિયમ પ્રમાણે તમને જ અધિકાર છે.” વલભભાઈ એ પણ કહ્યું કે “ અધિકાર છે. કારણ મેં એવી રીતે બ્રાહ્મણની રસોઈ અપાતી જોઈ છે.” હવે નિયમાવલિ જોવાના કેદીના અધિકાર માટે ચર્ચા ચાલી. પેલા કહે : “ એ તો અધિકાર નથી જ.” બાપુ કહે : “ તો પૂછો ડેઈલને કે આ મને બતાવાય કે નહીં ? ” પેલા કહે : “ તમને બતાવું અને પછી તમે કહો કે મારા સમજવા પ્રમાણે તમને અધિકાર છે અને હું કહું કે મને અધિકાર નથી તો ? ” “ તો ડોઈલને પૂછજો.” “ તો ત્યાં પાછી ખબર પડે ને કે મે તમને જેલ મેન્યુઅલ બતાવ્યું ? ” બાપુ કહે : “ એ ખબર ન આપતા, એમ ને એમ પુછાવજો. આ પ્રસંગ લઈને મેન્યુઅલ મેળવવા સારુ નહીં લડ'.” સુપરિન્ટેન્ડન્ટ કહે: 66 વાર ત્યારે, હું નિયમો કાલે જોઈશ અને પછી તમને બતાવીશ.” મેં કહ્યું : “ પણ શા સારુ ? હમણાં જ મંગાવાને જે તરત નિકાલ થઈ જાય ?” બાપુએ કહ્યું : “ જાઓ તમને વચન આપ્યું કે તમારા અર્થ થઈ શકે એમ જરાય મને લાગે તો હું એ સ્વીકારીશ. જો એમ લાગે કે એ અર્થને અવકાશ જ નથી પણ મારા જ અર્થ સાચા છે તો પછી તમે આઈ. જી. પી.ને લખજે.” એ કબૂલ થયા. ચાપડી મંગાવવામાં આવી. કાલા કિતાબમાં કલમે વાંચવામાં આવી. કલમમાં હતું કે ** કાઈની ધાર્મિક લાગણી દુખાવવાની મનાઈ છે. બ્રાહ્મણ જે બ્રાહ્મણની રાંધેલી રાઈનો આગ્રહ ધરે તો એને આપી શકાય, માત્ર કેવળ પજવવાને માટે એ માગણી ન કરતા હોવા જોઈએ. બ્રાહ્મણ રસોઇ કેદી ન હોય તો એને પોતાને રસાઈ કરી લેવાની છૂટ હોવી જોઈએ. પણ નાતજાતની રૂએ ઉપસ્થિત કરવામાં આવતા અધિકારીની બાબતમાં સુપરિન્ટેન્ડન્ટને કાંઈ શંકા હોય તો તેણે આઈ. જી. પી.ને અવશ્ય પુછાવવું, અને એને હુકમ આખરી ગણાશે.” બાપુએ વાંચીને તુરત જ કહ્યું : “ તમારે અથ સાચા છે.” સુપરિન્ટેન્ડન્ટના આનંદનો પાર ન રહ્યો. એણે જોયું કે ગાંધીજીની પાસે શુદ્ધ સોના અને ન્યાય મળી શકે છે. છોકરાઓને બોલાવવામાં આવ્યા. તેમને બાપુએ કહ્યું અને તુરત જ તેઓ માની ગયા. આ પ્રકરણ સુપરિન્ટેન્ડન્ટ અને બાપુના સંબંધને વધારે મીઠા અને વધારે સમજવાળે કરવામાં ભારે ઉપયોગી થઈ પડયું, ૩૫૦

Gandhi Heritage Portal

૩૫૦