પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આજે આશ્રમની ટપાલ પૂરી કરી. પ્રભુદાસના કાગળમાંથી : “ નામ જપને તું ઝોડની જેમ વળગી રહેજે. ક્યાંય સહાય નહીં ૭-૮-રૂ ૨ હોય ત્યારે પણ આમાંથી તો તને મળશે જ.” પ્રેમાબહેનને ઃ

    • અંદરના અવાજ ન વર્ણવી શકાય એવી વસ્તુ છે. પણ કેટલીક વાર આપણને એમ લાગી જાય છે કે અંતરમાંથી અમુક પ્રેરણા થઈ છે. હું ઓળખતાં શીખ્યા એનો કાળ મારા પ્રાર્થનાકાળ કહી શકાય, એટલે ૧૯૦૬ની આસપાસ. તું પૂછે છે એટલે યાદ કરીને આ લખું છું. બાકી મને કાંઈ એવું ભાન થયું : “ અરે આજે તો કાઈ નો અનુભવ થયા,' એવું કંઈ મારા જીવનમાં જ નથી. જેમ વગર જાણ્યે આપણા વાળા વધે છે તેમ મારું આધ્યાત્મિક જીવન વધ્યું છે, એમ હું માનું છું.”

નામજપથી પાપહરણ સારી રીતે થાય છે. શુદ્ધ ભાવનાથી નામ જપનારને શ્રદ્ધા હોય જ. નામજપથી પાપહરણ થાય જ એવા નિશ્ચયથી તે શરૂ કરે છે. પાપહરણ એટલે આત્મશુદ્ધિ. શ્રદ્ધાપૂર્વક નામ જપનાર થાકે તો નહીં જ. એટલે જે જિ વાથી થાય છે તે છેવટે હૃદયમાં ઊતરે છે ને તેથી શુદ્ધિ થાય છે. આ અનુભવ તો નિરપવાદ છે. માનસશાસ્ત્રીએ પણ માને છે કે માણસ જેવું વિચારે છે તેવા થાય છે. રામનામ અને અનુસરે છે. નામજપ ઉપર મારી શ્રદ્ધા અખૂટ છે. નામજપને શેાધનાર અનુભવી હતી. અને એ શોધ અત્યંત મહત્ત્વની છે એવો મારો દઢ અભિપ્રાય છે. નિરક્ષરને સારુ પણ શુદ્ધિદ્વાર ખુલ્લું હોવું જોઈએ. તે નામજપથી થાય છે ( ગીતા. ૯,૨૨; ૧૦.૧૦ ), માળા વગેરે એકધ્યાન થવામાં, ગણતરી કરવામાં સાધન છે.” - “ વિદ્યાભ્યાસ સેવા સારુ જ હોય. પણ સેવામાં અખૂટ આનંદ રહ્યા છે તેથી વિદ્યા આનંદને સારું છે એમ કહેવાય. કાઈ આજ લગી સેવા વિના કેવળ સાહિત્યવિલાસથી અખંડાનંદ ભોગવી શકયાનું જાણ્યું નથી.” “ જગત અનાદિ કાળથી એવું ને એવું ચાલ્યું આવે છે, તે કયારે સુધરશે ? ” એ પ્રશ્ન પૂછનારને : “ તમારા કાગળ મળ્યું. મારો અનુભવ એમ કહે છે કે આખું જગત કેમ સરખું ચાલે તેને વિચાર કરવાને બદલે આપણે કેમ સરખા ચાલીએ એ જ કરવા ઘટે છે. જગત ઊંધું ચાલે છે કે સવળું એનીયે આપણને ખબર નથી. પણ આપણે સવળા ચાલીએ તો બીજું પણ આપણને સવળું જ જણાશે અથવા સવળું કરવાની રીત જડશે. આત્માને એાળખ એટલે શરીરને ભૂલી જવું અર્થાત શૂન્યવત થઈ જવું. જે શૂન્યવત થયો છે. તેણે આત્માને ઓળખે છે.” ૩૫૧.

Gandhi Heritage Portal

૩૫૧