પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નબળું પડયું હતું. પણ મગનલાલે પોતાના ટૂંક વનમાં સે વર્ષ જેટલું કે સેંકડો વર્ષ જેટલું કામ કર્યું એમ હું માનું છું. મગનલાલના દાખલા તમારી પાસે મૂકયો છે કેમ કે મગનલાલને તમે ઓળખતા હતા, અને એના પ્રેમભાવને લીધે તમારો આશ્રમની સાથે સંબંધ બંધાયો હતો. મગનલાલને યાદ કરીને પણ તમે અપંગ છે અથવા અંધારામાં છે. એવું ભૂલી જજે. જે સગવડે તમારી પાસે સહેજે પડેલી છે એવી આ દેશમાં લાખમાંથી એકની પાસે પણ નહીં હોય એમ માનું છું.” ને : આપણે મન ઉપયોગી ઉદ્યોગ માત્ર સારા છે અને કરવા એગ્ય છે. એટલે અમારકામ, સુથારકામ, પાયખાનાનું કામ, ખેતીનું કામ, વણાટનું કામ, રાઈનું કામ, ઢોર ચારવાનું કામ, કે એવાં બીજા કામે બધાં એકસરખાં છે અને હું જે સમાજને સમજાવી શકું તે બધા ધંધા ભણેલા કે વગર ભણેલાના, મહેતાજીના અથવા મહેતરનાની એક જ કિંમત અંકાવું. એવી દષ્ટિથી તપાસ કરવા સારુ આશ્રમમાં હાલ કલોકેાના જ હિસાબ મંડાય છે, એ તો તમને ખબર હશે જ. એટલે જે હાલ તુરતને સારુ વણાટકામ પૂરતું સૂતર ન મળે તો એમ કદી ન માનવું કે ખેતી વગેરે બીજું કામ કરવાથી તમે કોઈ પણ પ્રકારે ઊતર્યા છે.” . . નેઃ “. . . વિષે તમારે પ્રથમ તો તમારું મન તપાસી લેવું ધટે છે. તમારે હજી વિષય ભોગવવા છે? નથી જ ભોગવવા એ દઢ નિશ્ચય હોય તો તે . . .ને અને મિત્રોને જણાવી દેવા જોઈએ. એમ થતાં . . ને આધાત તો પહોંચશે જ પણ તમારી દઢતાની અસર તેની ઉપર વીજળીના જેવી થશે. દંતાનો અર્થ એ છે કે . . . ગાંડી થાય કે મૃત્યુવશ થાય તોયે તમે તે સહન કરવાના છે. એમાં જ તમારું બન્નેનું શ્રેય છે એમ પણ તમને સ્પષ્ટ જણાવું જોઈએ. પણ તમે એટલે લગી ન ગયા હા તો . . .ની સાથે સંવાદ છેડજો. બીજાઓ જેમ પોતાની પત્ની સાથે રહે છે તેમ મૂંગે મોઢે રહેવું ને તેમ રહેતાં જે સંયમ પાળી શકાય તે પાળવા. એ કરશે તેમાં તમારી નિંદા કરવાનો કોઈને અધિકાર નથી. સહુ પોતપોતાની શક્તિ પ્રમાણે જ આગળ વધી શકે. વચલી સ્થિતિમાં લટકી રહેવું, પેાતાને, પોતાનાંને અને જગતને છેતરવાં એ નિદાને પાત્ર છે જ. એ સ્થિતિમાંથી બચી જજો. એટલે કુશળ જ છે, ઝાઝા વિચારના વમળમાં ગાથાં ન ખાતા. વિચારામાં તમે ઘણાં વર્ષો ગાળ્યાં છે. ઝપાટાથી એક નિશ્ચય કરી લે એટલે તમે ખૂબ શાંતિ ભાગવતા થઈ જશે. બ્રુવસાવામિજા શુદ્ધિ યુનત્તનો અર્થ આ જ ૩૫૩ ૨૭

Gandhi Heritage Portal

૩૫૩