પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૬૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રહ્યો. એ હતા ત્યાં સુધી એમને ત્યાં હિંદમાંથી ગમે તે કામના માણસ આવ્યા હાય તે જઈને ઊભા રહેવાના અને ગમે તે સંસ્થાને નાણાં મળવાનાં ! - આજે બાપુની પ્રકૃતિ કઈક બગડી. લાટ ત્રણ દિવસ બટાટા ખાવાનું પરણામ બંધકાશમાં આવ્યું. આજે ખાધા પછી સારી પેઠે ઊલટી થઈ. કૅપના ભાઈ અને કાગળ લખાવતા હતા ત્યાં ઊલટી થઈ. ઊલટી કરી લીધા પછી મોં ધોઈ ને પાછા લખાવવા લાગ્યા. વલ્લભભાઈ કહે : ““હવે હમણાં રહેવા દાની.” બાપુ કહે : “ ના રે, હવે તો પેટ હલકું થઈ ગયું, હવે કશું છે જ નહીં.” રાજાએ આજે જ લખ્યું હતું : “ તમારા પત્રવ્યવહાર બહાર જેટલી જ છે. માત્ર જુદા પ્રકારના છે, એ વાત સાચી.” જેલીઓના કાગળમાં પુછાયેલા અનેક પ્રશ્નોના જવાબમાં લખાયેલા એ લાંબા કાગળ આના પુરાવા છે.

  • અભ્યાસમાં જેઓ ત્યાં એકચિત્ત ન થઈ શકે તેને સારુ આ ઔષધ છે : બહારની દુનિયાને સાવ ભૂલી જવી. ખેાળિયું છેાડીને જતા જીવ જે હજી મનુષ્યજગતમાં જીવ રાખે તો જેમ અવગતે જાય છે અને પોતે પીડાઈ બીજાને પણ પીડે છે; તેમ કેદીએ સમજવું જોઈ એ. એ બહારની દુનિયાના વિચાર જ ન કરે કેમ કે તેનું તે સાંસારિક મૃત્યુ (civil death) થયું છે. અને સાંસારિક મૃત્યુ પામેલા મનુષ્ય જે સંસારમાં જીવ ઘાલ્યાં કરે તો ઘેલા જેવા લાગે છે. અને પોતાની આસપાસનાંને પણ ઘેલાં કરી મૂકે છે. આ હું લખું છું તે નવી વાત નથી. બનિયન ને બહારના વિચાર કરતા તો તેને અમર ગ્રંથ ન લખી શકત, લોકમાન્ય “ ગીતારહસ્ય’ ન લખી શકત.”

ભાઈ ભુટેએ અગાઉ તો ધાર્મિક ચર્ચા કરી લીધી હતી ( મુલાકાત દરમ્યાન ); તેમણે ટેલ્સ્ટોયના વાચનમાંથી વધારે પ્રશ્ન પૂછવ્યા. ટૅક્ટીય પોતાની આત્મકથામાં લખે છે : "I speak of a personal God, whom I do not acknowledge for the sake of convenience of expression. There are two Gods. There is the God people generally believe in, a God who has to serve them sometimes in a very refined way; perhaps merely by giving them peace of mind. This God does not exist. But the God whom we all have to serve, does exist and is the prime cause of our existence and of all we perceive.' e “ “ હું સગુણ ઈશ્વરની વાત કરું છું. મારા વિચારો વ્યક્ત કરવાની સગવડ ખાતર હું કહું કે હું એને માનતો નથી. એ ઈશ્વર મનાય છે. એક લોકો સામાન્ય રીતે માને છે એ, જે લોકોની સેવા કરે છે, કેટલીક વાર

Gandhi Heritage Portal

૩૬૩