પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૬૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રાર્થના અને બ્રહ્મચર્યના સંબંધ: એક ભાઈ જેમણે કહ્યું કે પ્રાર્થના સાથે બ્રહ્મચર્ય ઉપર ભાર મૂકતા જતા કેમ નથી ? તેના જવાબમાં જણાવ્યું : * પ્રાર્થના અને બ્રહ્મચર્ય એક જ જાતની વસ્તુઓ નથી. બ્રહ્મચર્ય એ પાંચ મહાવતેમાંનું એક છે. પ્રાર્થના તેને પહોંચી વળવાનું એક સાધન છે. બ્રહ્મચર્યની આવશ્યકતા વિષે તે મેં ઘણું કહ્યું, ઘણું સમજાવ્યું છે. પણ તેને કઈ રીતે પહોંચી વળવું એનો વિચાર કરતાં જવાબમાં પ્રાર્થના એ એક મોટું સાધન મળી આવ્યું છે. જે પ્રાર્થનાની કિંમત જાણી શકે અને કિંમત જાણ્યા પછી જે પ્રાર્થનામાં તન્મય થઈ શકે તેને બ્રહ્મચર્ય સહેલું થઈ પડે છે.” આદર્શ દાક્તર વિષે : “ મારા આદર્શ દાક્તર એ કે જે પોતાના 'ધંધાનું સારું જ્ઞાન મેળવી લે અને તે જ્ઞાનનો ઉપયોગ પ્રજાને વગર પૈસે આપે. પોતાની આજીવિકાને સારુ કાં તે કાંઈ સામાન્ય ધંધા કરે અથવા પ્રજા જે કાંઈ થોડું ઘણું આપે તેમાંથી પોતાના નિર્વાહ કરે; પણ પોતાના. કામની એને કદી ફી ન ગણે. આદર્શ સ્થિતિમાં હું આવા સેવકેનું વર્ષાસન નિર્માણ કર્યું અને તે ઉપરાંત ધનવાન કે ગરીબ કારની પાસેથી તેનાથી કાંઈ લઈ શકાય જ નહીં.” on એના જ બીજ પ્રશ્નોના જવાબમાં : “ જપયજ્ઞ એટલે હું સમજ્યા છું ત્યાં લગી નામસ્મરણ. | * મિતાહારનું પ્રમાણ કાઢવું મુશ્કેલ છે. અલ્પાહારનું પ્રમાણ સહેજે નીકળે. કેમ કે અલ્પાહાર એટલે હાજત કરતાં નિશ્ચયપૂર્વક ઓછું ખાવું; અને એ જ પસંદ કરવા લાગ્યું છે. | “ જે સત્યનું પાલન કરવા ઈચ્છે છે તેની પાસે છાને રાખવા જેવા એક પણ વિચાર હોવો ન જોઈએ. કાલાઘેલા વિચારો પણ જગત જાણે તેની ફિકર નહી' હોવી જોઈ એ. ફિકર તો કાલાઘેલા વિચારની હાવી જોઈ એ, પાપની હોવી જોઈએ. મારી રાજનીશી કાઈ જોઈ જશે તો, એ ભયના મૂળમાં પોતે હાઈ એ તેના કરતાં સારા દેખાવાપણું છે. અને જે પુરુષ આખું જગત પોતાની ડાયરી જુએ તોય ફિકર ન કરે, તે પોતાની સ્ત્રી પાસે તો સંતાડે જ કેમ ?

  • વ્રતની મર્યાદા આપણી અશક્તિ હોઈ શકે.
  • જ્યાં લગી મિત્ર મિત્ર વચ્ચે પણ હું અને તું ના ભેદ છે, જે ભેદ, પતિપત્નીને વિષે રહ્યો જ છે, શરીરધારીને સારુ અનિવાર્ય છે, ત્યાં લગી એકબીજાની વસ્તુ તેની રજા વિના ન જ લે. પછી તે જ જગ્યાએ મૂકી દેવાનો નિશ્ચય આમાં મદદગાર નથી; તેનું એક મહાકારણ તો એ કે નિશ્ચય કરનારને પોતાને કયાં ખબર છે કે બીજી ક્ષણે તે પોતે જીવતા

૬૫

Gandhi Heritage Portal

૩૬૫