પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૭૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હે પહોંચી વળવાની ઉમેદ રાખું. લડાવનાર પક્ષ એક વાર ચાલ્યા જાય ત્યાર પછી એ બધાને પહોંચી વળી શકાય. પણ અંત્યજોને હું કોઈ પણ બીજી રીતે પહોંચી વળી શકે જ નહીં. હું અંત્યજોને બિચારાઓને કંઈ રીતે સમજાવું ? મહા દુ:ખ આવી પડે ત્યારે પોતા ઉપર સંકટ વહોરી લેવું એ આજની નવી વાત છે ? સુધન્વા તેલની કઢામાં પડ્યો હતો અને પ્રહલાદ ધગધગતા થાંભલાને વળગ્યા હતા તે શી રીતે ? સ્વરાજ' મળ્યા પછી પણ અનેક સત્યાગ્રહો કરવાના તો હશે જ. ઘણી વાર મનમાં એમ થતું હતું કે સ્વરાજ પછી કાલીઘાટ ઉપર જઈને સત્યાગ્રહ આરંભા અને ધર્મને નામે થતી હિંસા અટકાવવી. એ બકરાંની તે અંત્યજેનાં કરતાંયે યામણી સ્થિતિ છે. એ શીંગડાં પણ નથી ચલાવી શકતાં. એનામાં કોઈ આંબેડકર જાગવાનો પણ સંભવ નથી. એ હિંસાની સામે આત્મા એાછા નથી ધગી ઊઠતા. અકરાંના ભોગ ધરાવવાને બદલે વાધના ભાગ કેમ નથી ધરાવતા ? ” આ પગલાંની કેવી અસર થશે તેની સવારે વાતો થઈ. મેં કહ્યું : આના અનર્થો તો ભયાનક થશે. આપણે ત્યાં એનાં અંધ અને સમજ વિનાનાં અનુકરણ થશે. અમેરિકામાં લોકો કહેશે એણે ઉપવાસ કરીને છુટકારો મેળવ્યા.” બાપુ કહે : “ હું એ જાણું છું. અમેરિકામાં તો બધું માનશે જ, અને ગમેતેમ મનાવવાવાળા અંગ્રેજો પણ પડથા છે ના ! જેલમાંથી છૂટવાને ઉપવાસ કર્યો એટલું જ નહીં', ઘણા કહેશે કે આ માણસે હવે દેવાળું કાઢયું. એનું અધ્યાત્મ ચાલતું નથી એટલે એણે હવે આપઘાત કર્યો. ધૂત દેવાળિયા ઝેર ખાય છે તેમ. અને આપણે ત્યાં અંધ અનુકરણ થવાનાં, ભયંકર અનર્થો થવાના. સરકાર કાં તો મને છોડી દેશે અને બહાર મરવા દેશે, અથવા અંદર પણ મરવા દે. મેકિસ્વનીને મરવા દીધા જ હતો. ના? આપણા પોતાના માણસે પણ ટીકા કરશે. જવાહરલાલને આ પગલું ગમવાનું નથી જ. એ કહેશે આવો ધમ અમને ન જોઈએ. પણ તેથી શું ? મહાન શસ્ત્ર વાપરનારને અનર્થોથી કે બીજા વિચારોથી ડરવાનું ન હાય.” આજે સમુને અભિપ્રાય આવ્યા. એને તો બંધારણીય સવાલ આગળ આ સવાલનું મહત્ત્વ નજીવું લાગે છે. આ ૨૧-૮-રૂ૨ ચુકાદો આપવામાં સાફ દાનત અને પ્રામાણિક પ્રયત્ન એ જુએ છે. બાપુએ જરાક સરખી ટીકા કરી : “ સપ્રનું કામ મુજેથી ઊલટું છે. મું જેને કામી માગણી મળે તો બંધારણની પરવા ૬ ૮

Gandhi Heritage Portal

૩૬૮