પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અનેક પ્રકારના મનસુબા કરે છે એટલે કે ફેાકટના વિચાર કર્યા કરે છે. એમ ન હોય તો એકાગ્રતા વગેરેની ઉપર ભાર મૂકવામાં આવે છે એની આવશ્યકતા ન હોય. આપણને અત્યારે જે કામની વસ્તુ છે તે તો આ છે : આપણે પોતે અનેક પ્રકારના ઘડી ઘડીએ છીએ, અનેક પ્રકારના વિચારો કરીએ છીએ. તેમાંના ઘણા તો યાદ પણ નથી રહેતા. આ બધા વિચાર વ્યભિચાર કહેવાય. સામાન્ય વ્યભિચારથી જેમ માણસ પોતાની શારીરિક શકિતનો નાશ કરે છે તેમ જ વિચારવ્યભિચારથી માનસિક શક્તિનો નાશ કરે છે. અને શારીરિક અશક્તિની જેમ મનની ઉપર અસર થાય છે તેમ મનની અશક્તિની અસર શરીર ઉપર થાય છે. તેથી જ મેં બ્રહ્મચર્યની વ્યાપક વ્યાખ્યા કરીને નિરર્થક વિચારને પણ બ્રહ્મચર્યના ભંગરૂપે માનેલ છે. બ્રહ્મચર્યની સંકુચિત વ્યાખ્યા કરીને આપણે તેને વધુ કઠિન વસ્તુ બનાવી દીધી છે. વ્યાપક વ્યાખ્યાનો સ્વીકાર કરીને ઇકિયામાત્રના, અગિયાર ઈન્ડિયાના સંયમ કરીએ તો એ કેન્દ્રિયસંયમ પ્રમાણમાં ઘણી જ સહેલો થઈ પડે છે. તમે ઊંડે ઊંડે એમ માનતા જણાએ જી : બાહ્ય કર્મ કરતાં આંતરશુદ્ધિનું અવલોકન રહી જાય છે અથવા ઓછું થાય છે. મારો અનુભવ એથી તદ્દન ઊલટા છે. બાહ્ય કમ આંતરશુદ્ધિ વિના નિષ્કામ ભાવે થઈ જ ન શકે. તેથી ઘણે ભાગે આંતરશુદ્ધિનું માપ બાહ્ય કર્મની શુદ્ધિથી જ નીકળે છે. બાહ્ય કમ વિના આંતરશુદ્ધિ સાધવા જાય એને ભુલાવામાં પડી જવાના પૂરે ભય રહે છે. એવા તો મેં' ઘણા દાખલા જોયા છે. એક પ્રાકૃત દાખલે જ આપું. જેલમાં ઘણા સાથીઓએ અનેક જાતના શુભ નિશ્ચય કરેલા મેં ભાળ્યા છે. બહાર જતાં તે પહેલે જ ઝપાટે તૂટી ગયેલા પણ ભાળ્યા છે. જેમાં તે તેઓએ માની જ લીધેલું કે તેમનો નિશ્ચય કદી કરવાને જ નથી, આંતરશુદ્ધિ પૂરી થઈ છે, અવલોકન શાંતિથી થયું છે, પ્રાર્થનામાં એકાગ્રતા આવી છે. પણ દીવાલની બહાર નીકળતાં જ એ બધું સ્વપ્નવત થઈ ગયેલું મેં જોયું છે. ગીતાજીના ત્રીજા અધ્યાયમાંના પાંચમા શ્લોક અત્યંત ચમત્કારિક છે. ભૌતિકશાસ્ત્રીઓ બતાવી ગયા છે કે એમાં કહેલે સિદ્ધાંત એ સર્વવ્યાપક છે. એનો અર્થ તો એ છે કે કોઈ પણ માણસ એક ક્ષણને સારુ પણ કમ કર્યા વિના નથી રહી શકતો. કર્મ એટલે ગતિ, એ જડચેતન બધાને સારુ સર્વવ્યાપક નિયમ છે. મનુષ્ય એ નિયમને નિષ્કામ ભાવે અનુસરે છે તેનું જ્ઞાન અને એ તેની વિશેષતા. આની જ પૂર્તિ માં ઈ શાપનિષદના બે મંત્રો છે. એ પણ એવા જ ચમત્કારિક છે. બુદ્ધ ભગવાનની ટીકા મારા જેવા શું કરે ? વળી હું તો તેમના પૂજારી છું. પણ બુદ્ધ ભગવાને પોતે રચના કરી કે તેની પાછળનાએ ? ૩૭૯.

Gandhi Heritage Portal

૩૭૯