આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજા એક કાગળમાં લખ્યું :

" જેમ એક વૃક્ષનાં પાંદડાં સાથે જ રહે છે તેમ સમાન આચારવિચારવાળા વિષે છે. એ સ્વાભાવિક આકર્ષણ છે.

" સાથી-સહકારી કરોડ હોઈ શકે. મિત્ર તો એક ઈશ્વર જ હોય. બીજી મિત્રતા ઈશ્વરની મિત્રતામાં વિઘ્નકારી છે એમ મારો અભિપ્રાય અને અનુભવ છે.

" કૃષ્ણ ભગવાન યોગબળથી કે બીજા બળથી ભૌતિક સાધન વિના આવજા કરતા એમ હું જાણતો કે માનતો નથી. ખરા ચેાગી વિભૂતિ માત્રનો ત્યાગ રાખે છે, કેમ કે તેનો યોગ કેવળ સાક્ષાત્કાર સાધવા સારુ છે. તેને હલકી વસ્તુને સારુ કેમ વટાવે ? ”

આ કાગળમાં વિભૂતિ શબ્દને બદલે સિદ્ધિ શબ્દ મેં સૂચવ્યો, તે ન સ્વીકાર્યો. સારી રીતે ચર્ચા કર્યા પછી એને વળગી રહ્યા. વિભૂતિમાં સિદ્ધિ આવી જાય છે. વિભૂતિનો ત્યાગ કરે એટલે વિભૂતિના ઉપયોગનો ત્યાગ કરે; અને ત્યાગ કરે એટલે એને વિષે સાવ અજાણ રહે. જેમ પાંપણ હાલ્યા કરે છે તેને વિષે આપણે સાવ અજાણ રહીએ છીએ તેમ.

२९-३-'३२ સેમ્યુઅલ હોરનું પુસ્તક “ફેાર્થ સીલ' પોતાના રશિયન અનુભવોનું છે. લડાઈ દરમ્યાન રશિયનનો અભ્યાસ એક વર્ષમાં કરીને એણે રશિયામાં દેશની સેવા ખાતર જવાની માગણી કરી અને ખાનગી ખબરખાતાના વડા તરીકે ગયો અને મૂલ્યવાન સેવા બજાવી. પુસ્તકમાં તે વેળાની સ્થિતિનાં અને પાત્રોનાં રસમય વર્ણન છે. રશિયામાં દેશની યુદ્ધસામગ્રીની અવ્યવસ્થિતતા જોઈ ને એણે જે લખેલું છે તે ઇંગ્લેંડ અને બીજા કોઈ પણ દેશ વચ્ચેનો ભેદ આજે પણ બતાવે છે. રશિયાનાં લશ્કરી ખાતાંઓની રેઢિયાળ ઑફિસો, અનેક રજાના દિવસો, અનિશ્ચિત સમયો વિષે વાત કરીને એ લખે છે :

" ચાલુ કામના દિવસોએ પણ ઘણા અમલદારો ઑફિસમાં વખતસર ન આવે એટલે રશિયન સાથીઓ સાથે મુલાકાતનો વખત ગોઠવવામાં મને બહુ મુશ્કેલી પડતી. દાખલા તરીકે, હું રશિયા પહોંચ્યો ત્યારે મને યાદ છે કે આખા સ્ટાફના મુખ્ય ઓફિસર કવાર્ટર માસ્ટર જનરલ, તેને એવી જ ટેવ કે દરરોજ રાતે અગિયાર વાગ્યે ઓફિસમાં આવે અને બીજે દિવસે સવારે સાતઆઠ વાગ્યા સુધી કામ કરે. આપણા જેવાઓ જેમને દિવસે કામ કરવાની ટેવ હોય એમને તો આવા માણસો સાથે સહકાર કરવાનું બહુ મુશ્કેલ પડે. આ લોકોની આવી રીતભાત જોઈ આવી બધી વસ્તુઓ વિષે લંડનના મુખ્ય અમલદારો શું ધારે એવા વિચાર મને આવતા. આપણે

૫૩