આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

" હું કેદી છું એ વાતને ધ્યાનમાં રાખીને મારા આવા પત્રોનો જાહેરમાં ઉપયેાગ ન થવો જોઈએ. તેથી આ વિષે બરાબર કાળજી રાખશો.”

બીજો કાગળ હનુમાનપ્રસાદ પોદ્દારને લખાવ્યો. એમાં એમણે પૂછેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર હતા :

(૧-૨) ઈશ્વરકો માનના ચાહિએ ક્યોંકિ હમ અપનેકો માનતે હૈ. જીવકી હસ્તી હૈ તો જીવમાત્રકા સમુદાય ઈશ્વર હૈ ઔર યહી મેરી દષ્ટિમે પ્રબલ પ્રમાણ હૈ. . (૩) ઈશ્વરકો નહીં માનનેસે સબસે બડી હાનિ વહી હૈ હાનિ જો અપનેકો નહીં માનનેસે હો સકતી હૈ. અર્થાત ઈશ્વરકો ન માનના આત્મહત્યા સા હૈ. બાત યહ હૈ કિ ઈશ્વરકો માનના એક વસ્તુ હૈ ઔર ઈશ્વરકો હૃદયગંત કરના ઔર ઉસકે અનુકુલ આચાર રખના યહ દૂસરી વસ્તુ હૈ. સચમુચ ઇસ જગતમે નાસ્તિક કોઈ હૈ હી નહીં. નાસ્તિકતા આડંબર માત્ર હૈ.

(૪) ઈશ્વરકા સાક્ષાત્કાર રાગદ્વેષાદિસે સર્વથા મુક્ત હોનેસે હી હો સકતા હૈ. અન્યથા કભી નહીં. જો મનુષ્ય સાક્ષાતકાર હુઆ હૈ ઐસા કહેતા હૈ ઉસકા સાક્ષાત્કાર નહીં હુઆ હૈ ઐસા મેરા મંતવ્ય હૈ. યહ વસ્તુ અનુભવગમ્ય હૈ, પરંતુ અનિર્વચનીય હૈ. ઈસમે મુઝકો કોઈ સંદેહ નહીં હૈ.

(૫) ઈશ્વરમે વિશ્વાસ રખનેસે હી મેં જિંદા રહ સકતા હું. ઈશ્વરકી મેરી વ્યાખ્યા યાદ રખના ચાહિએ. મેરી સમક્ષ સત્યસે ભિન્ન ઐસા કોઈ ઈશ્વર નહી હૈ. સત્ય હી ઈશ્વર હૈ.

" સત્ય જ ઈશ્વર છે” એ વસ્તુ અને " બધું ઈશ્વરશ્રદ્ધાથી કરવું, બધું ઈશ્વરને આધારે અને તેનાથી પ્રેરાઈને કરવું” એ બેનો કેમ મેળ ખાય એમ મેં સાંજે ફરતાં પૂછયું, આજે જ આ વાક્યો સત્યાગ્રહાશ્રમના ઈતિહાસમાં લખાવ્યાં હતાં. " આવી શ્રદ્ધા રાખનાર ઈશ્વર મોકલે તે પૈસા વડે તે મોકલે તે પ્રવૃત્તિ ચલાવે. ઈશ્વર જાતે કાંઈ કરે છે એવું આપણને જોવા કે જાણવા દેતો નથી. મનુષ્યને પ્રેરીને તેમની મારફતે તેનું કામ કાઢે છે.” ઇ. આવાં વાક્યોમાં ‘ઈશ્વર’ શબ્દને બદલે પર્યાય શબ્દ 'સત્ય' લખીએ તો ચાલે ? સત્ય અમુક કરે છે, મનુષ્યને પ્રેરે છે, પ્રવૃત્તિ ચલાવે છે, મોકલે છે એમ શી રીતે કહેવાય ? બાપુ કહે : " અવશ્ય કહેવાય. સત્યનો સંકુચિત નહીં પણ વિશાળ અર્થ – સત્ય એટલે હોવું, જે વસ્તુ શાશ્વત છે તે. એ સત્તા વડે બધું ચાલે છે એ ઈશ્વરશ્રદ્ધા. ઈશ્વર શબ્દ પ્રચલિત છે, એટલે આપણે સ્વીકારી લીધી છે. નહી તો ઈશ્વરમાં ‘ઈશું.' એટલે ' રાજ ચલાવવું?' એ ધાતુ રહેલો છે. એટલે મારી દૃષ્ટિએ એ સત્યના કરતાં ઊતરતા શબ્દ છે. જે અચળ સત્ય છે એના બળે જરૂર બધી પ્રવૃત્તિ ચાલે, અને માણસે

૮ર