આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

to do with this question. It was sheer over work, because when I saw that I was shortly going to be arrested, I simply spent my strength recklessly, knowing an enforced rest was coming. And there was more than enough work around me to be reckless over.

"Who knows if it is all delusion! But a woman has to go by instinct. It is strength with her than any amount of reason, and her full strength can only be harnessed and brought into service if her nature is able to express itself. I have no thought, no care, no longing in all the world except for you - you the cause you the ideal. To serve that cause in this life and to reach that ideal in after life, God who has brought me from utter darkness to the light of your path will surely not answer my prayers by leaving me. now to follow a wrong instinct? I have not written all this for the sake of argument, but simply to share with you the result of my ceaseless strivings to understand since I have been in jail."

" બાપુ, આપની સેવા શી રીતે ઉત્તમ કરી શકું, એ વિચાર મારા મગજમાંથી કદી ખસતો જ નથી. હું વિચાર કરું છું, મારા મન સાથે દલીલ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું, પણ છેવટે મારા અંતરની ગુહામાંથી એક જ અવાજ ઊઠે છે, જ્યારે આપને અમારી વચ્ચેથી ઉપાડી. લેવામાં આવે છે, જેમ કે જેલમાં, ત્યારે આપનાં બાહ્ય કામોમાં પૂરી ધગશથી હું પડી શકું છું. કશી જ શંકા કે કશી જ મુશ્કેલી નડતી નથી. પણ જ્યારે આપ અમારી પાસે હો છો ત્યારે એક અસાધારણ પ્રબળ વૃત્તિ મૂંગા મૂંગા આપની અંગત સેવામાં જ ડૂબી જવાની મને પ્રેરણા કરે છે. બીજું કશું કામ કરવાનો પ્રયત્ન કરવાનું મને મિથ્યા લાગે છે, રસ્તો ભૂલ્યા જેવું લાગે છે. આપની અંગત સેવામાં સફળતા મળે તો જ પેલાં બાહ્ય કામ કરવાની શક્તિ આવે એમ જાણે લાગે છે. એક વસ્તુ બીજીની પૂરક હોય એમ લાગે છે. કશુંક મને અંદરથી સતત કહ્યા કરે છે કે હું આપની પાસે ખેંચાઈ આવી છું તે આપની સેવા કરવાને માટે જ છે. આ વૃત્તિ એટલી બધી પ્રબળ છે કે હું તેમાંથી છૂટી શકતી નથી. આ વસ્તુ આપને માનવાનું કહેવું એ પણ મુશ્કેલ છે કારણ એ વસ્તુની સત્યતાની પૂરેપૂરી સાબિતી તો આપના અવસાન પછી જ મળી શકે. એટલે એ વૃત્તિ છે એટલું કહીને જ મારે અટકવું રહ્યું. આટલી વાત હું ચોકકસ જાણું છું કે

૮૪