પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૦૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગુફા ને સ્મશાન હૃદયમાં ૧૦૩ * આ ઉપવાસમાંથી આપણે વધારે સાવધાન અને કર્તવ્યપરાયણ થતાં શીખીએ. મેં તો રસના ઘૂંટડા પીધા છે.” “ ગામડાંઓમાં અંત્યજનું કામ ઘણું અઘરું છે એ હું જાણું છું. ઉપવાસ- સપ્તાહની જાગૃતિ ગામડાંમાં કેટલી પહોંચી એ તો તમારા જેવા જ કહી શકે. તેને સારુ પણ વધારે ઉપવાસ જોઈતા હતા. પણ આ તો થઈ મનુષ્યક૫ના. ઈશ્વરે ધાર્યા હતા તેટલા ઉપવાસ કરાવ્યા. હજુ તેને કેટલા કરાવવાના છે તે કોણ જાણે ? એ રાખે તેમ રહીએ. ઊકળતા તેલમાં નાખે તેાયે નાચવા તૈયાર રહીએ. નાચવાની શક્તિ પણ તે જે આપે એવા તેના કાલ છે ના ? ” ભણસાળીને :

  • તમારા કાગળ જોઈ હું તો ખુશ ખુશ થઈ ગયા. પણ તમારે સંન્યાસ તો ત્યારે જ શોભે કે જ્યારે તમે જ્ઞાન સહિત પાછા આશ્રમમાં આવી સેવા કરી, સેવા કરતાં અલિપ્ત રહો. પથ્થરની ગુફા અને મડદાં બાળવાનું રમશાન તે ગુફા કે રમશાન નથી. ખરી ગુફા હૃદયમાં છે, ને સ્મશાન પણ ત્યાં જ છે. આપણે એ ગુફામાં રહી વિકારોમાત્રની રાખ કરીએ ત્યારે ખરા સંન્યાસ કહેવાય. એનો મહિમા ગીતાએ ગાયો છે. આમ હજુ તો મારા આમાં સાક્ષી પૂરે છે.” - અજુનને તો શંકા ઉત્પન્ન થઈ હતી તે તેણે કૃષ્ણ પાસે મૂકી. મને તો શંકા ન થઈ પણ કૃષ્ણ જ કહ્યું : 'ઊઠ, શું સુતા છે ? વેળા આવી છે તે ન ચૂકતા. અનશન એ અહિંસાની પરાકાષ્ટા હતી એમ મેં માન્યું છે. પરિણામ પણ એ જ સૂચવતું લાગે છે. હિંદુ ધર્મમાં વર્ણવાયેલી તપશ્ચર્યામાં અનશનને સ્થાન છે અને તે માટું છે. આમ અજી નના કેસમાં ને મારા કેસમાં ભેદ છે. તેથી હું વધારે નાની, એમ કહેવાનો આશય નથી. માત્ર આ દાખલામાં મારા મોહની વાત નથી એટલું જ બતાવવું છે. આ સમજાયું ?'

નારણદાસને : ૬૬ ઉપવાસમાં યાતના ઠીક ભાગવી પણ શાંતિનો પાર ન હતા. પ્રભુએ કસેટી ડીક કરી છતાં હળવી હતી. સાત ઉપવાસ તે કાંઈ જ નહી. પણ તે દરમ્યાન શારીરિક, માનસિક યાતના સારી કહેવાય. મારા અનુભવથી ભિન્ન પ્રભુનાં દર્શન કેવાં હશે એ મને ખબર ન પડે. એ દર્શન એટલે પૂણ જ્ઞાન એમ કહેવાનો હેતુ નથી. એ અકથનીય અનુભવ છે. પૂર્ણ દર્શન એ પણ ન કહેવાય.”