આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંત્યજોને અને સ્ત્રીઓને સવાલ લેવાને અમે તૈયાર નથી. પણ એ સવિનયભંગ કરશે તો એને અમારે પાછો પૂરા પડશે.” મેં પૂછયું : “ માણસે આવશે તેમાં ખ્રિસ્તી મિત્રો પણ આવશે અને એ કહેશે કે તમે સરકારનો વાંક કાઢે છે. એ પહેલાં તમારા પોતાના પહેલા કેમ ન કાઢો ? હિંદુ સમાજ શા સારુ અંત્યજોને અસ્પૃશ્ય ગણે છે ?” બાપુ : f“ એ સમજાવવું મારા હાથમાં છે. એમાં મોટી વાત નથી. એ તો એને કહી શકાય, અમને અમારું ફાડી લેવા દો, તમે શા સારુ વચ્ચે આવે છે? અમારા વહેવાર ચલાવતા થઈ ગયા હોઈ એ પછી તમારે જે કરવું હોય તે કરજો. અમને છૂટા પાડીને પછી શા સાર બધી વાતો કરી છે ? આજે તે એ અં ત્યજેને કાં તો મુસલમાને કાં તો તમારી પાસે ગયા વિના છૂટકો જ ન રહ્યો. સ્ત્રીઓને સવાલ પણ અંત્યજોના સરખેડ જ છે. પણ સ્ત્રીએ કંઈ અસ્પૃસ્ય નથી. એ તો અસ્પૃશ્ય બનવા ઇચ્છશે તોયે પુરુષ એના ખાટલા ઉપર જઈ ને બેસશે. એનું જુદુ મતદારમંડળ કરીને પણ એને જુદી ન પાડી શકીએ. આજે તો અંત્યજેને કાયમના જુદા પાડી મૂકથા છે. એમાંથી પરિણામ શું આવે? આંતરવિગ્રહ થાય. . , . જેવા તો પડયા જ છે. એ કામની પાસે ગુંડાઓ ભેગા કરી હિંદુએ ઉપર અત્યાચાર કરાવે, વાએામાં ઝેર નંખાવે, ગમે તે ઉપાય લે. ' - t* તમારી અહી' રહેલાઓની રજ તે એટલી જ છે કે કેમ્પ જેલમાં અધાંને જણાવી દેવું કે ઉપવાસ કરવાની સખત મનાઈ છે, અને શાંતિ રાખવાની છે.” સવારની પ્રાર્થના પછી આંટા મારતાં બહેનને ભીડ પડે ત્યારે તમાચા મારવાની સુચના ઉપર વાતે ચાલી. બાપુએ ૭-૧-' ૨૨ જણાવ્યું કે, “ એમાં દસ બાર વરસની એટલે જે નાદાન છે અને કશું સમજતી નથી એવી બાળાની વાત નથી. જે સમજણી છે તે કોઈ કાળે બળાત્કાર ન થવા દે. અને થાય તે પડેલાં મરે. હું એમ નથી કહેતા કે યુક્તિપ્રયુક્તિથી, વ્યવહારખુદ્ધિથી અને સામાં બળાત્કારથી અર્થ ન સધાય. પણ સ્ત્રીએ એ સાધના ઉપર આધાર રાખીને બેસે તો એ સાધન અધૂરાં નીવડે, તે વખતે હાથ ઘસતી એસી રહેવાનો સંભવ છે. ત્યારે જેણે કેવળ આત્મબળ ઉપર વિશ્વાસ રાખ્યા છે તેને હારવાપણું નથી, કારણ આત્મબળની પરાકાષ્ટા એ મરવાની તૈયારી. તમાચામાં હિંસા નથી, કારણ સામાને ઈજા કરવાને 'ઈરાદે નથી. શારીરિક ઈજા પણ નથી થતી. પણ પથરી કે લાકડી વાપરે છે તો એના