પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

werene hungryke. But you my being let us બીજાના દોષ પ્રત્યે ઉદારતા કરતા નથી, તેને કચેરીમાં લઈ જતા નથી. તમે પ્રેમથી પિતાની વર્તણૂક બદલાવા એ તમારો ધર્મ છે. પ્રગટ કરવામાં પાપ છે. તમે તો પિતાના બીજા ઘણા ગુણો વર્ણવી છે. પૈસાનો લાભ ન હોય તો વધારે સારું. પણ તે તમે કાળે કરીને તમારા વિનયથી દૂર કરી શકો છો. દૂર ન થાય ત્યાં લગી સહન કરો. ભાઈબહેનોને સમજાવો. તમારું જીવન વધારે શુદ્ધ, વધારે સંયમમય કરો. બધું કરતાંય પિતા ન જ માને તો ઘરનો ત્યાગ કરો, એમાં હું કાંઈ અનુચિત ન જોઉં. આ ત્યાગ પણ પૂરો સમય આપીને કરાય. આપણે સુધર્યા કે તરત જ જગત આપણા જેવું થઈ જવું જોઈએ એવું અભિમાન ન રાખીએ. આપણામાં એક સુધારો થયો હાય પણ અનેક દોષે ભર્યા હોય એ તો આપણે જોતા પણ ન હાઈ એ. આમ વિચારી નમ્ર અને બીજાના દોષો પ્રત્યે ઉદારચિત્ત રહેવું આવશ્યક છે. આમાં તમારા બધા પ્રશ્નોના જવાબ આવી જાય છે.” વાસંતીદેવીને : “It was fearful not to have met you again. As you were going. I do not know whether you noticed that I was casting hungry eyes on you, when Sarojini said, you were soon coming back. But you were not to. "What is the meaning of my being a prisoner, if things could happen in the natural course. Let us therefore be thankful for the mercies we had. I was glad that my fast drew you to Poona. I was hungering to see you, since you will not write. "And now do throw yourself in this glorious work of untouchability."

  • તમને ફરી ન મળાયું તે બહુ દુ:ખદ હતું. તમે જતાં હતાં ત્યારે ! હું તમારા તરફ ભૂખી નજરે જોઈ રહ્યા હતા, એ તમે જોયું કે નહીં એ મને ખબર નથી. સરોજિની દેવીએ મને કહ્યું કે તમે તરત પાછાં આવા છે. પણ તેમ થવાનું નિર્માયેલું નહોતું.

- “ જો બધું સ્વાભાવિક ક્રમમાં બન્યાં કરે તો પછી હું કેદી છું એના અર્થ શા ! ઈશ્વરે આપણા ઉપર જેટલા અનુગ્રહ કર્યો એ માટે આભાર માનીએ. મારા ઉપવાસથી તમે પૂના આવવા ખેં'ચાયાં તેથી મને આનંદ થી. તમે કાગળ તો લખતાં નથી એટલે તમને મળવાની મને બહુ ભૂખ હતી. અને હવે તો અસ્પૃશ્યતાનિવારણના દિવ્ય કામમાં તમારે પડવું જ જોઈએ.