પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૨૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧રર મકાશને માટે પ્રાર્થના ખાય છે એ બધા અસ્પૃશ્યતાની જડ ઉખેડવાને માટે બંધાયેલા છે. બાપુને એમ પૂછેલું કે : “ તમે આ સવાલમાં વ્યવહારને અંગે કાંઈ સમાધાન કરો કે ? ” તેનો જે જવાબ બાપુએ આપેલ તે એ સહર્ષ વર્ણવે છે : "I am not going to be party to any quarter being granted to untouchability - this enemy of all truth, rightousness and progress."

  • અસ્પૃશ્યતા તે તમામ સત્યની, ધમની, પ્રગતિની દુશ્મન છે. એને જરાય મચક આપવામાં મારા હાથ હાય જ નહીં.”

આજની ટપાલમાં આશ્રમના તેવીસ કાગળ ઉપરાંત બીજા અઠ્ઠાવીસ કાગળે બાપુએ લખ્યા. આજની મનોદશા અને મંથન ૨ ૦-૬ ૦–' રૂ ૨ ગુરુદેવને લખેલા કાગળમાં સુંદર રીતે વ્યકત થાય છે : "Dear Gurudev, - "I have your beautiful letter. I am daily seeking light. This unity between Hindus and Muslims is also life's mission. The restrictions do hamper me. But I know when I have the light, it will tear through the restrictions. Meanwhile I pray though I do not yet fast. "I hope you were none the worse for the strenuous work in Poona and equally fatiguing long journey. Mahadev translated for us your beautiful sermon to the villagers on the 20th ultimo." ૮% પ્રિય ગુરુદેવ, - f“ તમારા સુંદર કાગળ મને મલ્યા. હું પ્રકાશને માટે નિત્ય પ્રાર્થના કરી રહ્યો છું. હિંદુ મુસલમાનની એકતા એ પણ એક જીવનકાય છે. અંતરાયો મારી આડે આવે છે પણ હું જાણું છું કે જ્યારે મને પ્રકાશ મળશે ત્યારે એ બધા અંતરાયોને ભેદીને પાર જો. દરમિયાન હું પ્રાર્થના કરી રહ્યો છું. જોકે ઉપવાસ કરતો નથી. = ૮ પૂનામાં તમારે ખૂબ શ્રમ લેવો પડ્યો અને આ લાંબી મુસાફરી પણ એટલી જ થકવનારી હતી. છતાં તમારી તબિયત સારી રહી હશે એમ હું આશા રાખું છું. ગઈ ૨૦મી તારીખે ગ્રામવાસીઓ આગળ તમે જે સુંદર પ્રવચન કર્યું તેને અનુવાદ મહાદેવે અમને કરી સંભળાવ્યા હતા.” | એક માણસે લખ્યું હતું કે “ અસ્પૃશ્યતાના પ્રશ્નના નિરાકરણ સાથે બીજા અનેક પ્રશ્નોનું નિવારણ થઈ જવાનું. હવે આની સાથે સાથે જ વિધવાવિવાહના સવાલ ઉઠાવીએ કે ?”