પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહેરબાબાને વિષે પિતાની સ્થિતિની સ્પષ્ટતા ૧૨૫ રમણ સોનીને લખ્યું : કાવ્ય એકંદરે ગમ્યાં છે. પણ કેટલાકની ભાષા કડવી લાગી છે ખરી.' પણ બંને કાગળમાં એક સામાન્ય વાચઃ “મને કાબૅની પરીક્ષા આવડતી નથી.” હરદયાલ નાગને : "You are always punctual in sending me the right message at the right moment. You put to shame the youth of the country by your enthusiasm at your time of life. May God enable you to finish the century in the same state of vigour."

  • એન ઘડીએ ખરો સંદેશો મોકલવામાં તમે હમેશાં નિયમિત રહ્યા છે. આટલી ઉંમરે આવો ઉત્સાહ બતાવીને દેશના જુવાનોને તમે શરમાવો છે. અત્યારના જેટલો જ જુસ્સો કાયમ રાખીને ઈશ્વર તમારી પાસે પાસે સો વરસ પૂરાં કરાવે.”

મહેરબાબાએ ઉપવાસ દરમ્યાન એક સંદેશા મોકલ્યા હતા : ચાલીસ દિવસના ઉપવાસ કરશે તો ઈશ્વરદર્શન કરાવીશ. આ ઉપવાસ વહેલા છૂટે તોયે પાછળથી ચાલીસ કરવા પડશે. બધાને ચાલીસથી પણ ન થાય. પણ તમારી તપશ્ચર્યા એવી છે કે તમને થાય. રાજકાજ છોડી સામાજિક કાર્ય કરવું જોઈએ,” ઈ. એમના શિષ્યને કાગળ લખ્યા : ૮૮ ભાઈ દાદાચાનજી, તમારા ૨૩મીના કાગળનો આ ઉત્તર છે. બાબાને વિષેની મારી સ્થિતિ સ્પષ્ટ કરવા ઇચ્છું છું. કાઈથી બીજાને ઈશ્વરદર્શન કરાવાય છે એમ માનવામાં મને ઘણો સંકોચ છે. હૃદય ‘ના’ પાડે છે. પણ જ્યારે બાબા એવા દાવા કરે છે ત્યારે હું કહે, “તમે મને ઈશ્વરદર્શન કરાવે તો ઉત્તમ.’ જે કહે કે મેં ઈશ્વરદર્શન કર્યા છે, તેણે કર્યો જ છે, એમ માનવું જ જોઈ એ એવું કાંઈ નથી. ઈશ્વરદર્શન કર્યાનું કહેનારા ઘણા તો ભ્રમમાં પડેલા જોવામાં આવ્યા છે. ઘણાને સારુ તો એ કેવળ પોતાના મનના પડઘા હોય છે. ઈશ્વરદર્શન એટલે કેાઈ બાહ્ય શક્તિનું દર્શન, એવું તો હું માનતા જ નથી. કેમ કે ઈશ્વર તે આપણા બધામાં વસે જ છે, એમ મારી માન્યતા છે. પણ તેને કોઈક જ હૃદયથી ઓળખે છે. બુદ્ધિથી ઓળખવું બસ નથી. આ દર્શન કેઈ કાઈને ન કરાવી શકે એમ મને લાગ્યા કરે છે.

  • ઈશ્વરનાં દર્શનને સારુ કાઈના કરાવ્યા ઉપવાસ ન થાય. મને અંતરપ્રેરણા થાય ત્યારે જ તે બને. એવી પ્રેરણા થતાં હું રોકયો રોકાઉં' એમ