પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બાનું હૃદય ૧૩૧ એક કાગળમાં :

  • પ્રારબ્ધ અવસ્ય હૈ. પરંતુ સાથ હી પુરુષાર્થ ભી હૈ. પ્રારબ્ધકા ઈતના હી અર્થ હૈ કિ પુરુષાર્થ કે અભાવમૅ' પૂર્વકર્મો કા ફલ હી બાકી રહેતા હૈ. પુરુષાર્થ હોતે હુએ પ્રારબ્ધ બદલ સક્તા હૈ. ઇસ કારણ જે બ્રહ્મદર્શન કરના ચાહતા હૈ, ઉસે બ્રહ્મચર્ય આવશ્યક હૈ. દેખે' ગીતા અ. ૧૫. ઐસે તો બ્રહ્મચર્ય ગીતાકા ધ્વનિ હૈ. જે બ્રહ્મમં લીન હોના ચાહતા હૈ, જે સદા સેવાપરાયણ રહના ચાહતા હૈ ઉસે વિષયેન્દ્રિય સુખકે લિયે અવકાશ હી નહીં હો સકતા હૈ. ઇતને મેં આપકી સબ શંકાકા ઉત્તર આ જાતા હૈ.”

કાલે બા પોતાની મેળે જ કહે છે : હવે મારે અહીં આવવાનું બંધ કરવું છે. કેટલાય જેલમાં પડ્યા છે, એમાંના કેટલાય માંદાસાજા હોય તેને કોણ મળી શકે છે ? મને ઘણી વાર રામદાસની ચિંતા થાય છે. બાપુની થાય, પછી મનમાં થાય કે હજારો છોકરાઓની મા અને પત્નીઓ એવી જ ચિંતા કરતી હશે ના? સૌનો રક્ષણ કરનારા પરમાત્મા છે. મને સરકારે અહીં આવવાની રજા આપી તેનો લાભ લીધી, પણ હવે વધારે રોકાવું એ બરાબર નથી. એ વધારેપડતો લેભ કહેવાય.” | મેજર કાલે કહે: “ મણિલાલ અને રામદાસ બહુ મળતા છે. અને કદાચ હરિલાલ અને દેવદાસ મળતા હશે.” એટલે વલ્લભભાઈ કહે : “ પેલા બે બાના દીકરા છે, અને આ બે બાપુના.” બાપુ કહે : “ સાચી વાત છે. હું જયારે તન યુરોપિયનાઈઝડ હતા ત્યારના હરિલાલ. એને થોડી ખબર હતી કે હું યુરોપિયનાઈઝડ હતો છતાં, મારું મન એમાં જરાય નહોતું ? એણે મારું બાહ્ય જોયું અને તેના માજશેખ કરવાનું એને મન થયું. એણે મને કહ્યું, “ મને બૅરિસ્ટર કરો પછી જુઓ હું શું શું કરું છું; આટલો ત્યાગ કરું છું કે નહીં ?” ” કચ્છ કેરાવાળા ચમને લખ્યું : “ બાપુ, હું મુંબઈમાં ધારાસભાવાળા મુસલમાનોને ૬ ૨-૨ ૦–' રૂ ૨ મળ્યો. તેમણે કહ્યું મહામાં હવે હિંદુ થઈ ગયા છે. એણે હિંદુ માટે ઉપવાસ કર્યો, દેશ માટે થોડા જ કર્યા ? બાપુ, આ બાબતમાં ગેરસમજ બહુ છે. તમે કંઈક ખુલાસા નહીં' બહાર પાડે ?