આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨ બ્રહાચર્ય અને કૃત્રિમ ઉપાય | રાટી વિષેના કાગળને એણે સિમાં જ જવાબ આપ્યો કે જેની રિટી વિના તબિયત બગડે તેને તે રોટી મળ્યાં જ કરશે. બાપુ કહે, ** એવી સૂચના તમે દરેક જેલને મેલે.” પેલો કહે ** એમ તો ન થાય. પણ તમને ખાતરી આપું છું કે જેને જરૂર હશે એટલે જે માગણી કરશે તેને એ અપાશે જ.” આપણા સામાન્ય લાટની રોટી બનાવવાની સુચના આપવા આજે બાપુ બેકરીમાં ગયા. એની રાટી પરમ દિવસથી મળવા માંડશે. ' મથુરાદાસને કાગળ લખતાં : “૬ વ્યાયામમાં ઊભા ઊભા ધીમે ધીમે પ્રાણાયામ કરવાથી અજાયબીભરેલો ફાયદો થાય છે. એ ધીમે અને પદ્ધતિસર થવા જોઈએ. સંગીતમાં જેમ પદે પદે વખત સાચવવા પડે છે, તેમ જ પ્રાણાયામમાં છે. શ્વાસની ગતિ નિયમબદ્ધ ચાલવી જ જોઈએ. એ મહાવરા પડી જતાં ફેફસાંને બહુ એાછું કામ કરવું પડે છે અને બહારથી પ્રાણવાયુ વધારે ભરે છે; ને પ્રાણવાયુ વધારે ભરે છે તેમ અપાનવાયુ વધારે બહાર કાઢે છે. થોડે થોડે આ કસરત વધારતા જવાય. બરાબર થતી હોય તો તેને ફાયદો તુરત જ જણાય, થાક ઓછો લાગે, ભૂખ લાગે, મગજ શાંત રડું, શરીરમાં ઠંડી હોય તે ગરમી આવે. e “ હા, રતિસુખની આવશ્યકતા છે જ એ વાતનો સ્વીકાર મારું મન કરતું નથી. અનુભવ તેને પુષ્ટિ આપે છે. કૃત્રિમ ઉપાયની નીતિ સ્વીકારવામાં રતિસુખની યોગ્યતા ને આવશ્યકતાને સ્વીકાર આવી જાય છે, એ ભયંકર વસ્તુ છે. જો આ નિયમ સાર્વજનિક હોય તો પ્રહ્મચર્ય અનાવશ્યક જ નહીં' પણ હાનિકર માનવું પડે. જે 'બ્રહ્મચર્ય હરેક સ્થિતિમાં સ્તુત્ય છે એમ કબૂલ કરાય તો કૃત્રિમ ઉપાયોની પસંદગી કરાય જ નહીં. ચારી સમાજને વિધાતક છે છતાં જેમ તે રડે છે જ, તેમ કૃત્રિમ ઉપાય પણ રહે એ સંભવે છે. પણ તે અયોગ્ય છે એવી માન્યતાનું વાતાવરણ આવશ્યક છે. રતિસુખ લેનારે પ્રજોત્પત્તિની ઉપાધિ વહોરવી જ જોઈ એ. એમાં અગવડ છે તે સહન કરવા યેાગ્ય છે. શુદ્ધ સંયમને પાઠ એમાંથી જ શિખાય.” . . . ને લાંબા કાગળ લખ્યા. તેમાં સ્પષ્ટ લખ્યું : “ તમારા કાગળની ભાષામાં હું કવાંક કયાંક કપટભાવ જોઈ જાઉં છું. આમાં , ભૂલ કરતે હાઉં” તો ધીરજથી મારી ભૂલ સુધારજો. મારો વહેમ ખરે હોય તો તમે સુધરજો. આટલું તમારું ડોકટરની પાછળ શ્રાદ્ધ ગણાશે. ઈશ્વર તમને સન્મતિ આપે. મારાથી ને અન્યાય થતો હોય તો મને ઉગારો.”