પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહેરબા સાથેના સંબંધ ૧૫૩ is in hell, let him go deeper still” “નરકમાં પડેલે છે, એને વધુ ઊંડી ખાઈમાં પડવા દો.” બાપુ : “ બરાબર છે, એ ન ગવાય.” ગઈ કાલના કાગળામાં મહેરબાબાના મંત્રીને કાગળ હતા. તેમાં એણે બાપુની એની સાથેની મુલાકાતાના રિપોર્ટ આપ્યા ૨૬-૦–૩૨ હતા. બધા રિપેર્ટનો ભાવ એટલે જ લાગ્યો કે બાબા એક મહાવિશ્વગુરુ છે એમ ગાંધીજીને છાપ પડી હતી અને બાબાની પાસેથી ઈશ્વરજ્ઞાન મેળવવાની ગાંધીજીએ ઉત્કંઠા બતાવી હતી. મને આખાના ઉદ્દેશ બાપુની સાથેના સંબંધનો લાભ ઉઠાવવા સિવાય બીજો ન લાગે. e એને બાપુએ લખ્યું : “ તમારો ૮મીને કાગળ મજે. તેની સાથેની નોંધ પણ મળી. એ વાંચી ગયો છું. મને લાગે છે કે તે ન છપાય એવી છે. તેમાં ઘણું રહી ગયું છે, ને જે અપાયું છે તે એવી રીતે મુકાયું છે કે અર્થબદલો થઈ જાય છે. આથી કાંઈ ન છાપી શકાય એવો મારો અભિપ્રાય છે. માત્ર એટલું જ છાપવાની જરૂર છે કે બાબા અને મારી વચ્ચે ગુરુશિષ્યનો સંબંધ નથી. સામાન્ય મિત્રો વચ્ચે જે સંબંધ હોય તેના જેવા છે. અને વાર્તાલાપ ઘણે ભાગે આધ્યાત્મિક વિ ઉપર થતા. આમ પ્રજાએ અહીં કે પશ્ચિમમાં એ વાર્તાલાપને કે મેળાપને મહત્વ આપવાની કશી જરૂર નથી.” જાતપાઁતતાડક મંડળના મંત્રીએ કાગળ લખીને પુછાવ્યું કે હવે આ પ્રસંગનો લાભ લઈને બધી નાતજાતને તોડવાનું કાર્ય ન સાધે ? વણ વણ માં પણ એક પ્રકારની ક્રમિક અસ્પૃસ્યતા તો છે જ. એ બધાને નાશ ન થાય ત્યાં સુધી અસ્પૃશ્યતાને નાશ નથી થવાનો. એને બાપુએ લખ્યું ; “ યા દ જાતપૉત તેડનેકા અર્થ વણુ કા ઉછેદ હૈ તો યહ બાત મુઝે અગ્યની પ્રતીત હોતી હૈ. યદિ ઉસકા અર્થ અસંખ્ય જાતિકા તાડના હૈ તો મેં ઉસમે સંમત હૈં. તદપિ જાતપૉત તાડના ઔર અસ્પૃશ્યતાનિવારણ દોનાં ભિન્ન પ્રવૃત્તિ હૈ'. અસ્પૃશ્યતાનિવારણકા અર્થ જિસકે અસ્પૃશ્ય માનતે હૈં ઉનકે સાથે વ્યવહાર કરના, જૈસે ઈતર હિંદૂકે સાથ કિયા જાતા હૈ. દેશનાંકા સાથ મિલાનેસે દાનાં કાર્યો બિગડબેકા ડર હૈ. લતઃ રાટીએટીવ્યવહાર અસ્પૃશ્યતાનિવારણકા અનિવાર્ય અંગ નહીં હૈ. કિન્તુ હરિજન કે સાથ રોટીબેટીવ્યવહાર અધમ્ય ભી નહીં હૈ.”