પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આપણે સૌ ગુનેગાર બનવાનું છે એની કદાચ પ્રસ્તાવના હોય, પણ આવા મનસૂબા હું ન કરું. એનું ધાર્યું* થાઓ, મારું નઈં. મારે તો જ બલિદાન આપવાનું આવે તે એને લાયક થવાના પ્રયત્ન કરવાનો છે.

  • તમારે હજુ ત્યાં જ રહેવાનું છે. તમે ત્યાંની જે અસ્પૃશ્યતાની વાત કરે છે તે વધારે સૂક્ષ્મ છે, અને આબરૂદારપણાને અંચળા ઓઢીને કરે છે. આ દેશમાંની અસ્પૃશ્યતા જેવી છે તેવી દેખાય છે અને તેથી એની સાથે લડવાનું એક રીતે કદાચ એાછું મુશ્કેલ હોય.

“ મારી ગયેલી શક્તિ લગભગ પાછી આવી ગઈ છે. તમને અને આપણા વધતા જતા કુટુંબનાં બધાં સભ્યને પ્યાર. તમારા મોહન” - એ જ પ્રકારનો આત્મશુદ્ધિ ઉપર ભાર મૂકનારા મીરાબહેન ઉપર લખેલા પત્રના નીચેના ભાગ જુઓ : “You mention 'criminals' as your companions now. The word criminal should be taboo from our dictionary. Or we are all criminals. Those of you that are without sin, cast the first stone.' And no one was found to dare cast the stone at the sinning harlot. As a jailor once said all are criminals in secret. There is profound truth in that saying half uttered in jest. Let them be therefore good companions. I know that this is easier said than done. And that this is exactly what the Gita and as a matter of fact all religions enjoin upon us to do." e <& તું તારા સાથીઓને હવે ‘ ગુનેગાર ' કહે છે. ગુનેગાર શબ્દ ઉપર જ આપણા શબ્દકોશમાં હડતાલ મારવી જોઈ એ અથવા આપણે સૌ ગુનેગાર છીએ. ‘તમારામાંથી જે નિષ્પાપ હોય તે પહેલા પથરો ફેકે ” એમ કહેતાં આખા ટાળામાંથી તે પાપી વસ્યા ઉપર પથરો ફેંકવાની કોઈની હિંમત ચાલી નહીં. એક વખત એક જેલરે મને કહેલું કે આપણે સૌ છૂપા ગુનેગાર છીએ. એ વાકચ એ તે અધુ મજાકમાં બેલેલે. પણ એમાં ભારે સત્ય સમાયેલું છે. એટલે તારા સાથીઓ સારા સાથીએ બનવા જોઈએ. હું જાણું છું કે આ કરવા કરતાં કહેવું સહેલું" છે. પણ ગીતા અથવા તો વસ્તુતઃ સઘળા ધર્મ આ જ વસ્તુ કરવાનો આપણને ઉપદેશ આપે છે.” આ ઉપરાંત આ કાગળમાં ચોપગાં પ્રાણીઓ માટેના પિતાને પ્રેમ પણ ઊભરાય છે :