પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બિલાડી બહેનપણીએ "Did I tell you that during the fast we were removed to another yard, where there could be more seclusion ? Our feline companions were therefore left behind us. We have now been brought back to the old yard much to the joy of these gay four-footed companions. They are all purring round about us." 6 મેં તને લખેલું ખરું કે ઉપવાસ દરમિયાન અમને બીજા યાર્ડમાં, જ્યાં વધારે એકાંત મળી શકે ત્યાં ખસેડવ્યા હતા ? અમારી બિલાડી બહેનપણીઓને અમારે છોડી જવી પડી હતી. હવે અમને પાછા જૂના યાર્ડમાં લાવ્યા છે. એટલે આ આનંદી ચેપમાં. પ્રાણીઓ ખુશ છે. મ્યાંઉ મ્યાંઉ કરતાં અમને વીંટળાઈ વળ્યાં છે.” વિલાયતની એક બાળાએ ઉપવાસ છૂટયા પછી કાગળ લખ્યા :

    • સહાનુભૂતિ પાઠવવાની મારી હિંમત ચાલતી નથી. મારા દેશબાંધવાની મૂર્ખતા અને અંધતા પ્રત્યે મારી ભારે શરમ અને દુ:ખ જણાવવાની એથીયે ઓછી હિંમત ચાલે એમ છે. . . . બાપુ, મારા હૃદયમાં જે બધું ચાલી રહ્યું છે તે આપની આગળ પ્રગટ કરી શકુ એમ હું ઈચ્છું છું. મારે વિષે એક વસ્તુ તો તમે જાણી જ લે. એ કહી જાય એવી નથી. પણ કહેવાનો હું પ્રયત્ન કરીશ. હિંદુસ્તાન વિષે મારામાં પ્રેમ અને રસ જાગ્યે એકવીસ મહિના જ થયા. તે પહેલાં હું એક દુષ્ટ કટેવના ભોગ થઈ પડેલી હતી. તેને લીધે મારું શરીર, અને કદાચ મારી બુદ્ધિ પણ, બરબાદ થવાની અણી પર હતું. ‘ ફાધર ઇડિયા’ તથા બીજા પુસ્તકા મારફત આપની જાત સામે આપને ચલાવવા પડેલા સંગ્રામ વિષે મને ખબર પડી. મેં બ્રહ્મચર્ય વિષે વાંચ્યું અને આપના ઉપદેશને નમ્રતાપૂર્વક આચરવાના પ્રયત્ન કર્યો. હું સારી અને સ્વચ્છ થવા ઈચ્છતી હતી. બાપુજી, હું હવે સ્વચ્છ છું, કદાચ બહુ સારી ન કહેવાઉં. હું જુવાન છું અને અંદર રહેલા વાનર તથા વાધ' સાથે હજી મારે લડવાનું છે.' e એને સુંદર કાગળ : * My dear Dorothy,

"I prize your love letter. Muriel was right when she told you pray in reply to your question. Real praying from the heart brir.gs the real work behind it. For in the end work itself becomes prayer. I like your simple affirmation 'I am clean now'. God will keep you clean. Do not look back to the past. You have had your lesson from it. Look forward to the future in hope and confidence." ૧૧