પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૮૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કાળાંતરે સવિનયભંગ ન છોડું સૌ દેશોના કલ્યાણના વિચાર ન હોય. એટલે તમને સફળતા મળી એમ ઈચ્છું છું.” જેમ ઉપવાસના આગલા દિવસના કાગળમાં ભાવિ પગલાંના ભણકારા વાગવા લાગ્યા હતા તેમ આ વખતે પણ થયું છે. પ્રિન્સેસ એરિસ્ટાશને લખેલા કાગળમાં લખ્યું : "I have almost regained my normal health and am pursuing my normal activities without much strain being felt. Please therefore entertain no anxiety about me. What the future has in store one does not know, and one is not permitted to pry into it. God will take care of the future if we would mind the present." “ મારી તબિયત લગભગ પહેલાં જેવી થઈ ગઈ છે અને ખાસ કશી તાણુ જણાયા વિના પહેલાંની જેમ મારાં બધાં કામ હું કરી શકું છું. એટલે મારી તબિયતની કશી ચિંતા કરશો નહીં, ભવિષ્યના ગર્ભમાં શું છે તે કોઈ જાણતું નથી. તેમાં ડોકિયાં કરવાના આપણને અધિકાર નથી. વર્તમાનની કાળજી આપણે કરીશું તો ભવિષ્યની ભગવાન કરશે.” રાત્રે પ્રાર્થના પછી આવતા અઠવાડિયાના પગલા ઉપર અને શૌકતઅલીને વાઈસરોયે આપેલા જવાબ ઉપર વાતો ચાલી. વાઇસરૉયના જવાબ વિષે કહે : ( 6 મને એ જવાબ ગમે છે. એથી પણ બધા ચેતે અને એકત્ર થાય તો સારું. એ માણસને મારું અપમાન કરવાની એક પણ તક છોડવી નથી. ધણી વાર એમ થાય છે કે એક કાગળ લખું અને એને જણાવું કે કોઈ કાળાન્તરે હુ’ સવિનયભંગ છોડવાનો નથી, અને તમને બધાને જવાબ આપવાની તસ્દી પડે છે તેના કરતાં આટલો જવાબ બહાર પાડી દો તો પછી તમને બીજા તકલીફ આપતા અટકે અને તમને તકલીફ પડતી ઓછી થાય. પણ પછી થયું કે આમાં ક્રોધ છે એટલે તરત વિચાર પાછા ખેંચી લીધા.” | અમને ને ખસેડે અને બાપુની ખરાબ થતી સ્થિતિ જેમાં કરવી પડે તો શું ? બાપુ કહે : “ તાપણ તમારે તે ખબર નહીં જ આપવાની અને કાંઈ ન બન્યું હોય તેમ તમારે હું મેશનું કાર્ય કર્યું જવાનું, જેમ ઉપવાસમાં વર્યા હતા તેમ. એ તો બધું થાય. એ લોકો થોડા જ કાંઈ ખબર આપવાને બંધાયેલા છે ? અહીં બીજા કેદીઓ માંદા પડે છે, મરે છે, તેનાં સગાંને છેવટે ખબર આપે છે તેમ મારાં સગાંને ખબર આપે અને કહે તમારે એને જોવા જવું હોય તો જોઈ આવા, અને મરી ગયા