પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૯૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હe પ્રવૃત્તિમાત્ર આત્મશુદ્ધિને અન્ય for the removal of untouchability. But if the Government would that I died rather than I lived to work for removal of untouchability I cannot help it." - “ મારે મરડે જોઈતા નથી. પણ જે થશે તે હું તે ભોગવી લઈશ. જોકે એનાં સહેજ પણ ચિહ્ન જણાતાં હું ખોરાક લેવાનું બિલકુલ બંધ કરીશ. અસહકાર ઉત્તરોત્તર વધતો જશે. સરકારને શકય તેટલી ઓછી અગવડમાં મૂકવા માટે આ માગ મેં ગ્રહણ કર્યો છે. અસ્પૃશ્યતાનિવારણ માટે હું કામ ન કરી શકુ તો જીવી શકું નહીં. પણ સરકાર જે એમ છે કે અસ્પૃશ્યતાનિવારણ માટે કામ કરવા હું જીવું તેના કરતાં હું" ભલે મરું તો હું લાચાર છું.” - હરજીવન કાટકને કાશ્મીરના કામ વિષે ચિંતા ન કરવાની સલાહ આપી, શંકરલાલની આગળ આખી પરિસ્થિતિ જાહેર કરવાનું કહ્યું, અને લખ્યું: - * તમારું ખાનગી જીવન પણ તેની પાસે મૂકવાનો તમારા ધર્મ છે. તમે એમ તે માને છે ના કે ખાનગી જીવનની અશુદ્ધિ પણ કાર્યમાં વિક્ષેપ નાખે છે ? બીજાઓ જેનાં જીવન મેલાં હોય છે તે વેપારાદિમાં સફળતા મેળવી શકે છે એવા વિચાર ન કરતા. તેએાની સફળતા કે નિષ્ફળતા, એના નિર્ણય આપણે નહીં કરીએ. આપણે ખાનગી, જાહેર કે વેપારી જીવનમાં ભેદ નથી કરતા. આપણી પ્રવૃત્તિમાત્ર આત્મશુદ્ધિને અર્થે છે. એટલે આપણી અશુદ્ધિ આપણા માર્ગમાં તો ડગલે ને પગલે નડવાની.” જમણા અને ડાબા હાથની કોણી બંને દુઃખતી હતી, તેથી આ વખતે આશ્રમની ટપાલના ઘણા કાગળ મારી પાસે લખાવ્યા. જમનાબહેનને ઘણો જ મોટો કાગળ લખાવ્યા એમાં પોતાની માતા અને ખુશાલભાઈનાં પત્ની પોતાનાં ભાભી --નાં અનેક સ્મરણો લખ્યાં અને સ્ટવ પ્રકરણ ઉપર લંબાણથી દલીલ કરીને સ્ટવ છોડવાનું સમજાવ્યું. “ આ બાઈ હવે ઊઘડી રહેલ છે. 2થી મને લખતી થઈ છે. તે મારે એને લાંબા કાગળ લખીને ઉત્તેજન આપવું જ જોઈ એ.” e બાપુના ઉપદેશની અસર સામાન્ય માણસને કેટલી પહોંચતી જાય છે એનો નાનકડો દાખલ : ડાહીબહેન પટેલના પિતા ગુજરી ગયા. એણે એકલીએ ઝૂઝીને વાકૂટવાનું બધું બંધ રાખ્યું અને પૌરાણિકને બાલાવવાને બદલે પોતે જ ભાગવત વગેરે વાંચ્યાં.