આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૮ અવનતિનું કારણ ધાર્મિક ન્યૂનતા કાંઈ છાનું ન રાખવું. કોઈની સાથે છાના સબંધ ન રાખવા. સત્યવ્રતને વળગી રહેવું.” નારણદાસને ૪૭મે જન્મ દિવસે પોતાને અક્ષરે આ ઊભરાતો આશીર્વાદ મોકલ્યા: “ તમને મારા આશીર્વાદ ખાબા ભરીને છે. કાં ન મોકલું ? મારી બધી આશાઓ તમે સફળ કરી રહ્યા છે તે તમારી અનન્ય અને જ્ઞાનમય સેવાથી અમને ત્રણેય આશ્ચર્યચકિત કરી રહ્યા છે. બધી અગ્નિપરીક્ષામાંથી પસાર થવાની શક્તિ તમને ઈશ્વરે બક્ષી જણાય છે. ઘણું જીવો તે સત્યનારાયણને અહિંસાદેવી મારફત સાક્ષાત્કાર કરી ને બીજાઓને કરવામાં સહાયભૂત થાઓ.” e પ્રેમા ઉપર ઘણા લાંબા કાગળ. એમાં એને વિષેને પોતાને વિશ્વાસ અને માટી આશાએ દર્શાવી અને અનેક સવાલોના જવાબો આપ્યા : કોઈ વ્યક્તિ કે સમાજની અવનતિનું કારણ ખરેખરું શોધાયાનું જાણ્યું નથી. અનુમાનો તે ઘણાં થાય છે. તાત્કાલિક કારણ જડી પણ રહે છે; ને તે હંમેશાં એક જ નથી હોતાં. પણ સામાન્ય રીતે એમ જરૂર કહી શકાય કે અવનતિના મૂળમાં ધાર્મિક ન્યૂનતા હોય જ. પાતંત્ર્ય કદી મૂળ કારણ ન હોઈ શકે. કેમ કે એ પોતે બીજા કારણાનું, નબળાઈ એનું પરિણામ હોય છે. અહંકારનું બીજ શૂન્યતા અનુભવવાથી જ જાય. એક ક્ષણ પણ કોઈ ઊડે ઊતરીને વિચાર કરે તો પોતાની અતિ આપતા જણાયા વિના ન જ રહે. પૃથ્વીને વિષે આપણે જેમ જ તુને તુચ્છ જાણીએ છીએ, તેથી કરડેગા મેટા પ્રમાણમાં આ જગતને વિષે મનુષ્યપ્રાણી તુચ્છ છે. તેનામાં બુદ્ધિ છે તેથી કંઈ જ ફેર નથી પડતો. એનો મહિમા જ પોતાની તુચ્છતા અનુભવવામાં છે. કેમ કે એ અનુભવની સાથે જ બીજું જ્ઞાન પેદા થાય છે કે જેવા તે પિતારૂપે તુચ્છ છે તેવા તે ભગવાનને તુચ્છતમ અંશ હાઈ તેમાં તેને લય થાય છે ત્યારે તે ભગવાનરૂપ છે, ને એ સૂક્ષ્મ અણુમાં ભગવાનની શક્તિ ભરી છે.

  • માયાવાદને મારી પોતાની બે હું માનું છું. કાળચક્રમાં આ જગત માયા છે. પણ જે ક્ષણ લગી તેની હસ્તી છે તે ક્ષણભર તે છે જ. હું અનેકાન્તવાદને માનું છું. જો કોઈ પણ વસ્તુ માણસની સામે પ્રત્યક્ષ હોય તો તે મૃત્યુ તો છે જ, એમ છતાં એ અનિવાર્ય પ્રત્યક્ષ વસ્તુનો ભારે ડર લાગે છે. એ જ આશ્ચર્ય છે, એ જ મમતા છે, નાસ્તિકતા છે, તેને તરી જવાનો ધર્મ એકલા મનુષ્યને જ લભ્ય છે.